કર્ણાટક અને તામિલનાડુમાં કાવેરી જળ વિવાદના મામલામાં રવિવારે ચેન્નાઇમાં વિરોધ કર્યો હતો. તમિલનાડુ આ મામલામાં કાવેરી મેનેજમેન્ટ બોર્ડના ગઠનની માંગ કરી રહ્યું છે. રવિવારે ચેન્નાઇમાં થયેલા વિરોધ પ્રદર્શનમાં ફિલ્મ અભિનેતામાંથી રાજનેતા બનેલા રજનીકાંત અને કમલ હસન એકસાથે દેખાય છે.
આ બંન્ને ઉપરાંત રજનીકાંતનો જમાઇ અને અભિનેતા ધનુષ, એમ નાસર, સત્યરાજ, વિજય, વિક્રમ, શિવાકાર્તિકેયન, પ્રશાંત, સૂર્યા, શ્રીપ્રિયા, કસ્તૂરી, રેખા હૈરિસ અને વિશાલ સાથે ધણાં તમિલ કલાકારો પણ આ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે. આ વિરોધ પ્રદર્શનમાં સંગીતકાર ઇલૈયારાજા પણ શામેલ છે. આ બધા કેન્દ્ર સરકારના આ વિવાદને ઉકેલવાની માંગ કરી રહ્યાં છે.
હાલમાં જ તમિલનાડુની રાજનીતિમાં આવેલા રજનીકાંતે કહ્યું કે, 'જો સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બોર્ડનું ગઠન નહીં થાય તો તમિલનાડુના લોકો ગુસ્સાનું કારણ કેન્દ્ર સરકાર હશે.' જેની સાથે તેમણે કહ્યું કે ચેન્નઇ સુપર કિંગ્સના ખેલાડીઓને આ મામલાના વિરોધમાં પોતાના હાથ પર કાળો બેઝ બાંધીને રમવાનો પ્રયાસ કરવો જોઇએ. રજનીકાંતે કહ્યું કે આનાથી દેશભરમાં સંદેશો મળશે.
આખા તામિલનાડુ રાજ્યમાં અત્યારે આ મામલે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. ત્રિચીમાં આ મામલામાં શુક્રવારે ખેડૂતોએ પણ પ્રદર્શન કર્યું હતું. ગુરૂવારે ડીએમકેએ પણ બંધનું આહ્વાહન કર્યું.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર