Home /News /national-international /

રજનીની રાજનીતિમાં ભગવાની ઝલક, મુશ્કેલમાં ગઠબંધન: કમલ હસન

રજનીની રાજનીતિમાં ભગવાની ઝલક, મુશ્કેલમાં ગઠબંધન: કમલ હસન

    તમિળનાડુની નવી ઉભરતી રાજનીતિમાં અભિનેતા કમલ હસન અને રજનીકાંત જ્યારે પગ મુકવા જઈ રહ્યાં છે ત્યારે તેમને આ વિશે ઘણાં સવાલો કરવામાં આવે છે. જો કે કમલ હસને સ્પષ્ટ કરી દીધું છે કે તે અત્યારે રજનીકાંતની સાથે કોઈ ગઠબંધન નથી કરી રહ્યાં.

    અમેરિકાની હાર્વડ યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, 'હું રજનીકાંતનો મિત્ર છું. અમારા ઇરાદા કદાચ એક જેવા હોય, પરંતુ મિત્રતા અને રાજનીતિ બે અલગ છે. મને નથી લાગતું કે હાલ અમે સાથે કામ કરી શકીશું. તેમણે કહ્યું કે, મને લાગે છે કે રજનીના રાજકારણમાં ભગવાની ઝલક દેખાઈ રહી છે. મને આશા છે કે હકીકત આવી ન હોય અને જો આવુ હોય તો મને નથી લાગતુ કે કોઈ ગઠબંધન થઈ શકે.'



    નોંધનીય છે કે બીફ મુદ્દે કમલ હસને કહ્યું કે સરકાર નાગરિતોને ખાવા માટે પૂરતું આપી રહી નથી. સરકાર અમને તે પણ બતાવવા માંગે છે કે આપણે શું ખાવું અને ના ખાવું જોઇએ. લવ જેહાદના મુદ્દા અંગે પણ હસને કહ્યું કે પ્રેમ દુનિયાભરમાં વિજયી હશે. કમલ હસને કહ્યું કે હું તામિલનાડુના દરેક જિલ્લામાંથી એક ગામને દત્તક લઇશ. હું આ ગામના સેન્ટર ફોર એક્સિલન્સના રૂપમાં બનાવા માંગું છું. કમલ હસને આગળ કહ્યું કે જ્યારે મતદાતા વોટ આપવા માટે પૈસા લે છે તે સમયે જ તેઓ નેતાઓને અધિકાર આપે છે કે પસંદ કર્યા બાદ તેઓ પૈસા બનાવે.

    તેમને પુછાયેલા ગઠબંધનના પ્રશ્ન પર રજનીકાતે કહ્યું હતું કે આ પ્રશ્નનો જવાબ માત્ર સમય આપશે. જો કે વાત એમ છે કે રજનીકાંત પહેલાં જ જાહેર કરી ચૂકયા છે કે તેમની પાર્ટી તામિલનાડુ વિધાનસભાની તમામ 234 સીટો પર ચૂંટણી લડશે. બીજીબાજુ હસન પણ પોતાની રાજકીય પાર્ટી બનાવાની પણ વાત કરી ચુક્યા છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Kamal Haasan, Tamil Nadu, રજનીકાંત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन