Birth Anniversary: માત્ર 41 વર્ષની ઉંમરે કલ્પના ચાવલાએ બીજી વાર કરી હતી અંતરિક્ષની પરિક્રમા

કલ્પના ચાવલા વર્ષ 1995માં અંતરિક્ષ યાત્રી તરીકે સામેલ થઈ. (Photo- news18 English via AFP/NASA)

અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મેં દરેક ક્ષણ અંતરિક્ષ માટે પસાર કર્યા છે અને તેના માટે જ મરીશ

 • Share this:
  ભારતીય મૂળની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા (Kalpana Chawla)નો જન્મ આજના દિવસે 1962માં હરિયાણા (Haryana)ના કરનાલ (Karnal)માં થયો હતો. કલ્પના ચાવલા હંમેશા યુવાઓને પોતાના સપના સાકાર કરવા માટે જોર આપતી હતી. તેમણે કહ્યું હતું કે, 'જો તમારી પાસે કોઈ સપનું છે, તો તેને સાકાર કરવાનો પૂરો પ્રયન્ત કરો. તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે તમે મહિલા છો. ભારતથી છો કે અન્ય જગ્યાએથી.'

  કલ્પનાનું જીવન ખુબ રોમાંચથી ભરેલું હતું. કલ્પનાના પરિવારજનો તેની માટે ઘણા સપના જોતા હતા, પરંતુ કલ્પનાનું સપનું એકમાત્ર અંતરિક્ષ હતું.

  કલ્પનાએ સ્કુલ બાદ ચંદીગઢથી એરોનોટિકલ એન્જીનીયરીંગમાં ગ્રેજ્યુએશન કર્યું. જે બાદ તેણી ટેકસાસ જતી રહી.

  કલ્પના ચાવલા હંમેશા યુવાઓને સપના સાકાર કરવાની વાત પર ભાર મૂકતાં હતાં. (Photo- news18 English via AFP/NASA)


  જે બાદ કલ્પના NASAનો ભાગ બની ગઈ અને 1995માં અંતરિક્ષ યાત્રી તરીકે તેનો સમાવેશ કરાયો. કલ્પનાને ત્રણ વર્ષ કરેલી તનતોડ મહેનત બાદ તેને પ્રથમ ઉડાન માટે તક મળી. કલ્પનાએ વર્ષ 1997માં STS 87 કોલંબિયા શટલ દ્વારા અંતરિક્ષમાં પ્રથમ ઉડાન ભરી. ઉલ્લેખનીય છે કે આ સ્પેશ શટલે 1.04 કરોડ માઈલની સફર પૂર્ણ કરી અને કલ્પનાએ લગભગ 360 કલાક સ્પેસમાં વિતાવ્યા હતા.

  આ પણ વાંચો, 1 એપ્રિલથી PF અને Tax સાથે જોડાયેલા આ 5 નિયમોમાં થશે ફેરફાર, તમે પણ જાણી લો નહીં તો ડબલ TDS આપવું પડશે

  પ્રથમ ઉડાન પૂર્ણ થયા બાદ નાસાએ વર્ષ 2003માં કલ્પનાને વધુ એક તક આપી. 2003માં કલ્પનાએ કોલંબિયા શટલમાં 16 દિવસના મિશન અંતર્ગત ઉડાન ભરી હતી. આ શટલ 16 દિવસ અંતરિક્ષમાં વિતાવીને 1 ફેબ્રુઆરીએ પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું, આ દરમિયાન તેને અકસ્માત નડ્યો.

  એસટીએસ 87 કોલંબિયા શટલથી વર્ષ 1997માં કલ્પનાએ પહેલી ઉડાન ભરી હતી. (Photo- news18 English via AFP/NASA)


  કલ્પના ચાવલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, 'હું અંતરિક્ષ માટે જ બની છું. મેં મારી દરેક ક્ષણ અંતરિક્ષ માટે વિતાવી છે અને હું તેના માટે જ મરીશ.' અને આવું જ થયું. 1 ફેબ્રુઆરી 2003ના રોજ પૃથ્વી પર પરત ફરી રહેલું આંતરિક્ષયાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને થોડા જ સમયમાં તેનો કાટમાળ અમેરિકાના ટેક્સાસ પ્રાંતમાં વેરાઈ ગયો. આ દુર્ઘટનામાં કલ્પના સહીત 6 અંતરીક્ષયાત્રીઓના મોત થયા હતાં.

  કહેવાય છે કે, શટલે ઉડાન ભરતાં જ નાસાને ખબર પડી ગઈ હતી કે શટલ લેન્ડિંગ નહીં કરી શકે. પરંતુ આ વાત કલ્પના અને તેની ટીમને નહોતી જણાવાઈ. તેમજ અંતરિક્ષયાત્રીઓના પરિજનો પણ આ અંગે અજાણ હતા. જોકે, આ વાત કેટલી સાચી છે તે તો ભગવાન જ જાણે.

  અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા પોતાના પતિ જીન પિઅરે હૈરિસનની સાથે (Photo- picryl)


  કલ્પનાના મોત બાદ તેમના પતિ અને પાયલટ જિન પીઅરે હેરિસન હતાશામાં સરી પડ્યા હતા. કલ્પના અને જિનની મુલાકાત પાયલટ ટ્રેનિંગ દરમિયાન થઇ હતી. આ દોસ્તી પ્રેમમાં પરિણામી હતી અને 1983માં કલ્પના અને જિન પીઅરે હેરિસને લગ્ન કર્યા હતા. જિન કલ્પના માટે સ્પેસ ટ્રાવેલ દરમિયાન એક મજબૂત સહારો અને નાસામાં તેની પસંદગી માટે સારા સાથી હતા.

  આ પણ વાંચો, બિલ ગેટ્સથી ઝુકરબર્ગ સુધી - Harvardના એવા ડ્રોપ આઉટ જેમણે દુનિયા બદલી નાંખી

  ઉલ્લેખનીય છે કે, જિને જ કલ્પનાની આત્મકથા લખી હતી. જેનું નામ Edge of Time છે. જેમાં કલ્પનાના જૂનૂન, નાની જગ્યાએથી આવવા છતાં આગળ વધવાની મહત્વાકાંક્ષા અને કાપલ્પનાના અંગત જીવન અંગે જણાવવામાં આવ્યું છે.
  First published: