Home /News /national-international /

Punjab Drug mafia: ડ્રગ્સનું વેચાણ કરનારાઓના પગ ભાંગી નાંખવામાં આવશે, પંચાયતે પોલીસને વચ્ચે ન આવવા કહ્યું

Punjab Drug mafia: ડ્રગ્સનું વેચાણ કરનારાઓના પગ ભાંગી નાંખવામાં આવશે, પંચાયતે પોલીસને વચ્ચે ન આવવા કહ્યું

ભટિંડાની કાલઝરાની પંચાયતે ડ્રગ ડીલરોને પાઠ ભણાવવા માટે ફરમાન બહાર પાડ્યું છે.

પંજાબ (Punjab)માં જ્યાં પોલીસ ડ્રગ માફિયા(Drug mafia)ઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે, ત્યાં હવે જનતાએ પોતાના સ્તરે આ કામનો સામનો કરવા માટે કમર કસી છે. ભટિંડાની કાલઝરાની પંચાયતે ડ્રગ ડીલરોને પાઠ ભણાવવા માટે ફરમાન બહાર પાડ્યું છે.

વધુ જુઓ ...
    સમગ્ર દેશમાં ડ્રગ્સ (Drug abuse)ના દુરૂપયોગના કલંકનો સામનો કરી રહેલી પંજાબ પોલીસ (Punjab) જ્યાં ડ્રગ માફિયા (Drug mafia)ઓ પર કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. સાથે સાથે હવે જનતા પણ પોતાના સ્તરે આ કામને પાર પાડવા માટે કમર કસી લીધી છે. ભટિંડાની કાલઝરાની પંચાયતે (Kaljharani Panchayat of Bathinda) ડ્રગ ડીલરોને પાઠ ભણાવવા માટે એક ફરમાન બહાર પાડ્યું છે, જે મુજબ કોઈપણ પ્રકારનો નશો કે ચિટ્ટા વેચનારા લોકોના પગ તોડી નાખશે અને તેમને ઘરે બેસાડી દેશે.

    કાલઝરાનીના લોકોએ પોલીસ અને પ્રશાસનને પણ આ બાબતથી દૂર રહેવા સૂચના આપી છે. મહિલા સરપંચના પતિએ ખુલ્લા મંચ પરથી માઈક પર આ ચેતવણી આપી છે. લોકોનો આક્ષેપ છે કે પોલીસ ડ્રગ ડીલરો સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહી છે. ડ્રગ્સ વેચવા બદલ પોલીસ દ્વારા જેની ધરપકડ કરવામાં આવે છે, તેઓ એક અઠવાડિયામાં જામીન પર મુક્ત થઈ જાય છે અને પછી ડ્રગ્સનું વેચાણ શરૂ કરે છે. પંચાયતના લોકોએ તેમના ઘરે નશાખોરો અને વેચાણ કરનારાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને ચેતવણી આપી છે કે જો તેઓ આવી હરકતોથી દૂર નહીં રહે તો તેમના પગ ભાંગી નાખવામાં આવશે.

    આ પણ વાંચો- Closing Bell: યૂક્રેન પર રશિયાના હુમલાથી માર્કેટ લોહીલુહાણ, સેન્સેક્સ 2700 પોઈન્ટ તૂટ્યો

    પંચાયતે પોતાના આદેશમાં એમ પણ કહ્યું છે કે જો કોઈ ડ્રગ્સ છોડવા માંગે છે તો તેને પંચાયત તરફથી સંપૂર્ણ મદદ કરવામાં આવશે. કાલઝરાણી ગામમાં ચિટ્ટાના નશાને લઈને અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. આ વખતે લોકોએ તેને સંપૂર્ણ રીતે ખતમ કરવાનો સંકલ્પ કર્યો છે.

    આ પણ વાંચો- Ukraine-Russia War: રશિયાના હુમલા બાદ યુક્રેનમાં ભયાનક વિનાશનું દ્રશ્ય, નાગરીકો ભયભીત

    ચિટ્ટા શું છે?

    લોકોનો આક્ષેપ છે કે પોલીસ નશાખોરો અને નશાનું વેચાણ કરનારાઓને પકડતી નથી. ચિટ્ટા એક એવો નશો છે કે જેનું એક-બે વાર સેવન કર્યા પછી વ્યક્તિને તેની લત લાગી જાય છે અને તેનાથી છૂટકારો મેળવવા માટે ઘણી વખત દર્દીને દાખલ થવું પડે છે. સફેદ પાવડર જેવો દેખાતો આ માદક પદાર્થ એક પ્રકારની સિન્થેટિક દવા છે. આ દવાઓ હેરોઈન સાથે અમુક રસાયણો ભેળવીને તૈયાર કરવામાં આવે છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Controversy in punjab, Drugs racket, ઉડતા પંજાબ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन