Home /News /national-international /Mahatma Gandhi પર ટિપ્પણી મામલે રાયપુરમાં કાલિચરણ મહારાજની ધરપકડ, થાણે પોલીસ લઈ જઈ રહી છે સાથે

Mahatma Gandhi પર ટિપ્પણી મામલે રાયપુરમાં કાલિચરણ મહારાજની ધરપકડ, થાણે પોલીસ લઈ જઈ રહી છે સાથે

ગાંધીજી પર ટિપ્પણી મામલે રાયપુરમાં કાલિચરણ મહારાજની ધરપકડ

Kalicharan Maharaj News: છત્તીસગઢ (Chhatisgharh)ની રાજધાની રાયપુરથી બુધવારે રાત્રે કાલિચરણ મહારાજ (Kalicharan Maharaj)ની ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં તેમને આવા જ એક કેસ (Case)માં જેલમાં રાખવામાં આવ્યા હતા. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર થાણે (thane police) લાવવામાં આવી રહ્યો છે અને ગુરુવારે સાંજ સુધીમાં સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વધુ જુઓ ...
થાણે. મહારાષ્ટ્ર (Maharashtra)ના થાણે (Thane)ની પોલીસે મહાત્મા ગાંધી (Mahatma Gandhi) સામે અપમાનજનક ટિપ્પણી કરવાના આરોપસર છત્તીસગઢથી હિન્દુ ધર્મગુરુ કાલિચરણ મહારાજ (Kalicharan Maharaj)ની ધરપકડ કરી છે. નૌપાડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કાલિચરણ મહારાજની બુધવારે રાત્રે છત્તીસગઢની રાજધાની રાયપુરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યાં તેમને આવા જ એક કેસમાં જેલમાં રાખવામાં આવ્યા હતા. તેને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર થાણે લાવવામાં આવી રહ્યો છે અને ગુરુવારે સાંજ સુધીમાં સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પહેલા ગત વર્ષે 26 ડિસેમ્બરે છત્તીસગઢની રાજધાનીમાં આયોજિત એક કાર્યક્રમમાં મહાત્મા ગાંધી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરવા બદલ રાયપુર પોલીસે કાલિચરણ મહારાજની ધરપકડ કરી હતી. 12 જાન્યુઆરીએ મહારાષ્ટ્રની વર્ધા પોલીસે પણ આવા જ કેસમાં તેની ધરપકડ કરી હતી.

નૌપડા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા સામેની કથિત ટિપ્પણી અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નેતા અને મહારાષ્ટ્રના પ્રધાન જિતેન્દ્ર અવ્હાદની ફરિયાદના આધારે કાલિચરણ સામે નોંધાયેલા કેસમાં રાયપુરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: સાવધાન! કોરોના વિસ્ફોટ વચ્ચે જાહેરમાં માસ્ક પહેરવું કેમ છે જરૂરી? જાણો નિષ્ણાતોનો મત

અગાઉ પુણે પોલીસે 19 ડિસેમ્બર, 2021ના રોજ ત્યાં યોજાયેલા 'શિવ પ્રતાપ દિન' કાર્યક્રમમાં કથિત ભડકાઉ ભાષણના સંદર્ભમાં કાલિચરણ મહારાજની પણ ધરપકડ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મુઘલ જનરલ અફઝલ ખાનની હત્યાની યાદમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: સાચવજો! આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, કાલથી આ વિસ્તારોમાં છે માવઠાની આગાહી

શું કહ્યું હતું કાલીચરણ મહારાજે ?
કાલિચરણ મહારજે રાયપુરના ધર્મ સાંસદમાં મહાત્મા ગાંધી પર અપમાનજનક ટીપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, ઈસ્લામનું લક્ષ્ય રાજરકારણ દ્વારા રાષ્ટ્રને કબ્જે કરવાનું છે. તેઓએ 1947માં અમારી આંખો સામે કબ્જો કરી લીધો હતો. તેમણે પહેલા ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન પર પોતાનો કબ્જો કરી લીધો છે. તેમણે રાજનીતિના માધ્યથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન પર કબ્જો મેળવી લીધો છે. હું નાથુરામ ગોડસેને નમન કરું છું. જે તેમણે તેને મારી નાંખ્યો
First published:

Tags: Chhatisgarh, Controversial statement, Mahatma gandhi, દેશ વિદેશ