દેશમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટિવનું મોત, 45 દિવસના શિશુએ હૉસ્પિટલમાં ગુમાવ્યો જીવ

News18 Gujarati
Updated: April 19, 2020, 10:16 AM IST
દેશમાં સૌથી નાની ઉંમરના કોરોના પોઝિટિવનું મોત, 45 દિવસના શિશુએ હૉસ્પિટલમાં ગુમાવ્યો જીવ
દિલ્હીની કલાવતી સરન ચિલ્ડ્રન હૉસ્પિટલના 7 સ્ટાફ પણ કોરોના પોઝિટિવ, 10 મહિનાના માસૂમ સહિત અનેક બાળકો દાખલ

દિલ્હીની કલાવતી સરન ચિલ્ડ્રન હૉસ્પિટલના 7 સ્ટાફ પણ કોરોના પોઝિટિવ, 10 મહિનાના માસૂમ સહિત અનેક બાળકો દાખલ

  • Share this:
નવી દિલ્હીઃ એશિયામાં બાળકોની સૌથી મોટી હૉસ્પિટલ માનવામાં આવતી કલાવતી હૉસ્પિટલ (Kalawati Saran Children's Hospital)માં દેશના સૌથી નાના કોરોના વાયરસ (Coronavirus)ના દર્દીએ જીવ ગુમાવ્યો છે. મળતી જાણકારી મુજબ, આ હૉસ્પિટલનો કુલ 7 સ્ટાફ કોવિડ-19 (COVID-19) પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે. સંક્રમિતોમાં ડૉક્ટર અને નર્સ સામેલ છે. એક 10 મહિનાના બાળક સહિત અન્ય અનેક માસૂમ બાળકો કોરોના પોઝિટિવ હોવાની વાત કહેવામાં આવી રહી છે.

નર્સ અને તેનું 20 મહિનાનું બાળક કોવિડ-19 પોઝિટિવ

આ ઉપરાંત દેશની રાજધાની દિલ્હી સ્થિત AIIMSની એક નર્સ અને તેનું 20 મહિનાનું કોવિડ-19  પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નર્સને પતિ દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ થયું. નર્સના પતિ પહેલાથી જ કોરોના પોઝિટિવના દર્દી છે. તેના પતિની સારવાર દિલ્હીના રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ચાલી રહી હતી. હવે પતિને ઝજ્જરની હૉસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો, લૉકડાઉનમાં ફોટો શૂટ કરાવવા જતા યુવકે બાઇક સવારે મારી ગોળી, હાલત ગંભીર

દિલ્હીમાં અત્યાર સુધી 68 સ્વાસ્થ્યકર્મી કોરોના પોઝિટિવ
લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજમાં 8 અને AIIMSમાં એક હેલ્થ સ્ટાફને કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજધાની દિલ્હીમાં 68 સ્વાસ્થ્યકર્મી અત્યાર સુધી વાયરસની ઝપટમાં આવી ચૂક્યા છે. લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજના શિશુ વોર્ડના ICUના ઓછામાં ઓછા 8 સ્વાસ્થ્યકર્મી કોવિડ-19 પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે.

આ પણ વાંચો, Corona: તાવ અને શરદીની દવા ખરીદનારનો રેકોર્ડ રાખશે મેડિકલ સ્ટોર, રાજ્ય સરકારોને આદેશ

 
First published: April 19, 2020, 10:01 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading