દેશ જ્યારે ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યો છે ત્યારે રીવાથી તેમની અસ્થિઓ ચોરાઈ!

News18 Gujarati
Updated: October 4, 2019, 11:09 AM IST
દેશ જ્યારે ગાંધીજીની 150મી જયંતી ઉજવી રહ્યો છે ત્યારે રીવાથી તેમની અસ્થિઓ ચોરાઈ!
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (ફાઇલ તસવીર)

અજાણ્યા લોકોએ ગાંધીજીના તસવીર પર રાષ્ટ્રદ્રોહી લખ્યું, અસ્થિઓ ચોરાતાં કોંગ્રેસ કાયકર્તાઓમાં રોષ

  • Share this:
રીવા : જ્યાં એક તરફ સમગ્ર દેશ 2 ઑક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી (Mahatma Gandhi)ની 150મી જન્મજયંતી (Gandhi@150)ઉજવી રહ્યો હતો, તો બીજી તરફ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના રીવા જિલ્લા (Rewa District)માં એક શરમજનક ઘટના બની હતી. અહીં આવેલા બાપુ ભવન (Bapu Bhawan)માં રાખવામાં આવેલી તેમની તસવીર પર પહેલા કેટલાક અજાણ્યા લોકોએ રાષ્ટ્રદ્રોહી લખી દીધું. ત્યારબાદ ત્યાં રાખવામાં આવેલી અસ્થિઓ (Ashes) પણ ચોરાઈ ગઈ. પોલીસે જણાવ્યું કે આ સંબંધમાં રીવા જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ગુરમીત સિંહની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફુટેજ (CCTV Footage)ના આધારે આરોપીઓની ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે, હજુ પણ પોલીસ આરોપીઓની ઓળખ નથી થઈ શકી.

અસ્થિઓ 1948થી રાખવામાં આવી હતી

મળતી જાણકારી મુજબ, ગાંધીજી (Gandhiji)ના મોત બાદ તેમની અસ્થિઓને નદીમાં પ્રવાહિત નહોતી કરવામાં આવી. અસ્થિઓને દેશભરમાં બનેલા મહાત્મા ગાંધીથી સંબંધિત સંગ્રહાલયોમાં રાખવામાં આવી હતી. રીવાનું ગાંધી ભવન પણ આવું જ એક સંગ્રહાલય છે. અસ્થિઓને આ સંગ્રહાલયમાં પહેલીવાર 1948માં લાવવામાં આવી હતી. ત્યારથી અહીં દરરોજ હજારો લોકો તેમના દર્શન કરવા માટે આવતા હતા.

કોંગ્રેસના કાર્યકર્તાઓ ગુસ્સામાં

મામલો સામે આવ્યા બાદ રાજ્યભરમાં કોંગ્રેસ (Congress) કાર્યકર્તાઓમાં નારાજગી છે. રીવામાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ તેને લઈને રોષ વ્યક્ત કર્યો અને કહ્યું કે આ એક રાષ્ટ્રવિરોધીનું જ કામ હોઈ શકે છે. સાથોસાથ કેટલાક કાર્યકર્તાઓએ આરોપીઓને વહેલી તકે નહીં ઝડપાતા પ્રદર્શન કરવાની પણ ચેતવણી આપી.

આ પણ વાંચો,

ગાંધીજીએ કેમ આ સ્થળે જ સ્થાપ્યો સાબરમતી આશ્રમ, શું હતું કારણ?
ચંપારણ સત્યાગ્રહથી દાંડી માર્ચ સુધી, અનેક ચળવળોનો સાક્ષી રહ્યો છે સાબરમતી આશ્રમ
First published: October 4, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading