કૈથલ : હરિયાણાના કૈથલ જિલ્લામાં એક રૂવાંડા ઉભા કરે તેવી ઘટના સામે આવી છે. એક તરફ, ફેબ્રુઆરી મહિનામાં વેલેન્ટાઇન વીકને પ્રેમીઓ માટે સુવર્ણ ક્ષણ કહેવામાં આવે છે અને આ દિવસોમાં પ્રેમી-ગર્લફ્રેન્ડ તેમના પ્રેમી એકબીજાને વચનો આપે છે. આ દરમિયાન, કૈથલથી એક એવા સમાચાર સામે આવ્યા છે કે, જેમાં એક પ્રેમીએ તેની પરિણીત પ્રેમિકાના પ્રેમમાં જીવન ટૂંકાવી લીધુ છે.
પ્રેમી ગુરુચરણ જેણે 12મા ધોરણ પછી આઈટીઆઈ કર્યું હતું, ત્યારબાદ તે કૈથલમાં રહેતી 23-24 વર્ષની મહિલા સાથે સંપર્કમાં આવ્યો અને બંને એક બીજાના પ્રેમમાં પડ્યાં. સુસાઇડ નોટ મુજબ બંને ત્રણ મહિનાથી લિવ ઇન રિલેશનશિપમાં હતા. પરંતુ તે પછી, યુવતીના લગ્ન થઈ ગયા અને તેનું લગ્ન જીવન પ્રેમના માર્ગમાં અડચણ બની ગયું. ત્યારબાદ મહિલાના પતિની દખલ વધતી ગઈ અને બંનેનો પ્રેમ અધુરો રહી ગયો.
પ્રેમી ગુરુચરણે પોતાની જાતને વેલેન્ટાઇન વીકમાં એટલે કે, જ્યારે પ્રેમી યુગલો વચન નિભાવે છે ત્યારે લટકીને પોતાનો જીવ આપી દીધો છે અને દર્દભરી સુસાઇડ નોટ લખી, જેણે તેને સુસાઈડ માટે મજબુર કર્યો તેના નામ લખીને દુનિયા છોડી ગયો. પોલીસે અત્યારે કેસ નોંધ્યો છે અને તપાસ ચાલુ કરી છે.
સિટી પોલીસ પ્રભારી શિવ કુમારે જણાવ્યું હતું કે, આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને બોર્ડની હાજરીમાં મૃતકનું પોસ્ટ મોર્ટમ કરાશે. સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી છે અને જે રજિસ્ટરમાંથી પેજ ફાડવામાં આવ્યું છે, તે પણ કબજે કરવામાં આવ્યું છે. સુસાઇડ નોટના લખાણ અને તેના પર લાગેલા લોહીને ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર