Home /News /national-international /

કૈલાશ વિજયવર્ગીયે કર્યો કટાક્ષ- ચોકલેટી ચહેરાઓના ભરોસે ચૂંટણી લડવા જઈ રહી છે કોંગ્રેસ

કૈલાશ વિજયવર્ગીયે કર્યો કટાક્ષ- ચોકલેટી ચહેરાઓના ભરોસે ચૂંટણી લડવા જઈ રહી છે કોંગ્રેસ

કૈલાશ વિજયવર્ગીય (ફાઇલ ફોટો)

કૈલાશ વિજયવર્ગીયે પ્રિયંકા ગાંધી દ્વારા સક્રિય રાજકારણમાં આવવાને લઈ નિવદેન આપ્યું

    મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલથી કરીના અને ઈન્દોરથી સલમાન ખાન દ્વારા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવાના ન્યૂઝ પર પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે તેની પર નિશાન સાધ્યું છે. તેઓએ કહ્યું કે કોંગ્રેસ ચોકલેટી ચહેરાઓના ભરોસે ચૂંટણી લડવા જઈ રહી છે.

    ઈન્દોરમાં કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે ચોકલેટી ચહેરાઓને ચૂંટણી લડાવવાનો અર્થ કોંગ્રેસમાં આત્મ વિશ્વાસનો અભાવ છે. આટલું જ નહીં વિજયવર્ગીયે પ્રિયંકા ગાંધીના સક્રિય રાજકારણમાં આવવાને લઈ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે આ જ કારણ છે કે રાહુલના સમર્થનમાં પ્રિયંકા ગાંધીને પણ ઉતરવું પડ્યું છે.

    મૂળે, એવા અહેવાલ છે કે મિની મુંબઈ કહેવાતા ઈન્દોરથી કોંગ્રેસ બોલિવુડના દબંગ સલમાન ખાનને ચૂંટણી લડાવવાની તૈયારીમાં છે. કોંગ્રેસ પ્રદેશ સચિવ રાકેશ યાદવે નિવેદન આપ્યું છે કે સલમાન ખાન પર કોંગ્રેસ પાર્ટીમાં મંથન ચાલી રહ્યું છે.

    આ પણ વાંચો, કોર્ટ જવાબદારી અમને આપી દે, 24 કલાકમાં રામ મંદિરનો ઉકેલ લાવી દઈશું: CM યોગી

    બીજી તરફ, બોલિવુડ અભિનેત્રી અને પટૌડી પરિવારની પુત્રવધૂ કરીના કપૂરની પણ ભોપાલથી ચૂંટણી લડવાની ચર્ચા ચાલી રહી છે. કરીના કપૂરને ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસની ટિકિટ આપવાની ચર્ચા છે. પાર્ટીના કેટલાક નેતા એવું ઈચ્છે છે અને પોતાની ઈચ્છા હાઈકમાન્ડ રાહુલ ગાંધીને જણાવી ચૂક્યા છે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Lok Sabha elections, Priyanka gandhi, કોંગ્રેસ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन