ઇન્દોર : ભારતીય જનતા પાર્ટીના (BJP) મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ (Kailash Vijayvargiya)ફરી એક વખત વિવાદિત નિવેદન કરીને પાર્ટીને મુશ્કેલીમાં મુકી દીધી છે. ઇન્દોરમાં કિસાન સંમેલનને સંબોધિત કરતા વિજયવર્ગીયએ કહ્યું કે મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકારને હટાવવામાં મહત્વની ભૂમિકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (Narendra Modi)હતી. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનો (Dharmendra Pradhan)તેમાં કોઈ રોલ ન હતો.
કિસાન આંદોલન અને કૃષિ કાનૂન પર થઈ રહેલી ચર્ચા વચ્ચે ભારતીય જનતા પાર્ટી દેશમાં 500 ખેડૂત સંમેલનનું આયોજન કરી રહી છે. ઇન્દોરમાં ખેડૂત સંમેલનની જવાબદારી કૈલાશ વિજયવર્ગીય અને નરોત્તમ મિશ્રાને આપવામાં આવી છે. પોતાના ભાષણ દરમિયાન વિજયવર્ગીયએ કહ્યું કે જ્યા સુધી કમલનાથ જી ની સરકાર હતી એક દિવસ પણ શાંતિથી ઉંઘવા દીધા ન હતા. જો ભાજપાનો કોઈ કાર્યકર્તા કમલનાથ જીના સપનામાં આવતા હતા તો તે નરોત્તમ મિશ્રા જી હતા. તાળીયો પાડીને નરોત્તમ મિશ્રા જી નું સ્વાગત કરો.
આ પછી તેમણે કહ્યું કે આ પડદા પાછળની વાત કહી રહ્યો છું. તમે કોઈને કહેતા નહીં. મેં આજ સુધી કોઈને કહી નથી. પ્રથમ વખત આ મંચ પરથી કહી રહ્યો છું કે કમલનાથ જી ની સરકાર હટાવવામાં જો મહત્વપૂર્ણ ભૂમિકા કોઈની હતી તો નરેન્દ્ર મોદી જી ની હતી. ધર્મેન્દ્ર પ્રધાન જી ક્યાં ન હતા.
આ પણ વાંચો - રાહુલ ગાંધીએ અધવચ્ચે છોડી સંસદીય સમિતિની મિટિંગ, કહ્યું- આ સમયની બર્બાદી
આ મુદ્દે એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે કૈલાશ વિજયવર્ગીયને વ્યંગ કરતા મજાકભર્યા અંદાજમાં આ વાત કરી હતી. હું પોતે ત્યાં હાજર હતો. તેમનો અંદાજ તેવો જ હતો અને તેમના નિવેદનને હાસ્ય વિનોદમાં લેવું જોઈએ.
કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન પર વિપક્ષે બીજેપીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. કૈલાશ વિજયવર્ગીયના આ નિવેદન પર કોંગ્રેસે પ્રહાર કરતા કહ્યું કે અમે પહેલાથી જ આરોપ લગાવી રહ્યા હતા જેની પૃષ્ટી કૈલાશ વિજયવર્ગીયએ પોતે જ કરી દીધી છે.
Published by:Ashish Goyal
First published:December 17, 2020, 15:20 pm