કૈલાશ સત્યાર્થીએ PM મોદીને કરી અપીલ, મહિલા અને બાળકો પર 'ન્યાયની આ કટોકટી'નો અંત લાવો

News18 Gujarati
Updated: October 3, 2020, 5:59 PM IST
કૈલાશ સત્યાર્થીએ PM મોદીને કરી અપીલ, મહિલા અને બાળકો પર 'ન્યાયની આ કટોકટી'નો અંત લાવો
કૈલાશ સત્યાર્થી

'ભારતમાં આપણી દીકરીઓ સાથે જે થઇ રહ્યું છે તે રાષ્ટ્રીય શર્મની વાત છે.' : કૈલાશ સત્યાર્થી

  • Share this:
નોબેલ પુરસ્કાર (Nobel Prize)થી સન્માનિત કૈલાશ સત્યાર્થી (Kailash Satyarthi)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી મહિલા અને બાળકો પર આવેલા ન્યાના આ સંક્ટનો અંત લાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે આપણા સમગ્ર દેશમાં આપણી દીકરીઓ સાથે જે થઇ રહ્યું છે તે રાષ્ટ્રીય શર્મની વાત છે. હાથરસની ઘટના અને મહિલાઓ વિરુદ્ધ યૌન અપરાધો પર પ્રતિક્રિયા આપતા સત્યાર્થીએ કહ્યું કે  અનુરોધ છે કે દુષ્કર્મ વિરુદ્ધ યુદ્ધ ચાલી રહ્યું છે તેનું નેતૃત્વ કરે.

તેમણે પીટીઆઇ ભાષામાં કહ્યું કે ભારતમાં આપણી દીકરીઓ સાથે જે થઇ રહ્યું છે તે રાષ્ટ્રીય શર્મની વાત છે. મારી માનનીય વડાપ્રધાનથી વિનમ્ર અપીલ છે કે આખો દેશ તમને જોઇ રહ્યો છે. આપણી મહિલા અને બાળકો માટે ન્યાય પર આવેલા આ સંકટનો અંત લાવો. હું તમારાથી અનુરોધ કરું છું કે તમે દુષ્કર્મ વિરુદ્ધ યુદ્ધનું નેતૃત્વ કરો. આપણી દીકરીને આપણી જરૂર છે અને અમે બધા તમારી સાથે છીએ.

સત્યાર્થીએ હિંસાની માનસિકતા તોડવા માટે જન આંદોલનને આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે અમે દુષ્કર્મની આ સંસ્કૃતિને પૂરી કરવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ સાથે જન કાર્યવાહીની બંનેની જરૂર છે. તેમણે કહ્યું કે આપણામાં માનવતા અને સહાનુભૂતિના મૂળ ભાવની અછત ઊભી થઇ છે.

આપણે દીકરીઓની રક્ષા કરવા અને દિકરાને તેમના કૃત્યો માટે જવાબદાર બનાવામાં અસફળ થયા છે. આપણા પુત્રો સાચુ કરવામાં જે અસફળ રહ્યા છે જેની કિંમત આપી દીકરીઓ હવે નહીં ચુકવે. હિંસાની આ માનસિકતાને તોડવા માટે જન આંદોલન જરૂરી છે.

વધુ વાંચો : Hathras Case: કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું, ન્યાય નહીં રાજનીતિ કરવા હાથરસ જઇ રહ્યા છે રાહુલ

નોબેલ પ્રાઇઝ વિનરે કહ્યું કે ભારતને દુષ્કર્મ મુક્ત બનાવવાની માંગણીને લઇને અમે 2017માં ભારત યાત્રાનું નેતૃત્વ કર્યું હતું. જેમાં 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 11 હજાર કિલોમીટરથી વધુનો રસ્તો પાર કરવામાં આવ્યો હતો.

ત્યારે અમે જોયું કે સરકારના કડક સજા આપવા જેવા અનેક પગલાં લેવાની તાતી જરૂર છે. ઉચ્ચ ન્યાયાલયે વિશેષ ત્વરિત કોર્ટમાં સ્થાપિત કરવા નિર્દેશ કર્યા પણ દુષ્કર્મની સંસ્કૃતિ પૂરી કરવા માટે રાજનૈતિક ઇચ્છાશક્તિ અને જન આંદોલન બંનેની જરૂર છે.
Published by: Chaitali Shukla
First published: October 3, 2020, 5:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading