Home /News /national-international /Kabul Blast: જુમ્માની નમાજ પછી મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા
Kabul Blast: જુમ્માની નમાજ પછી મસ્જિદ બહાર જોરદાર વિસ્ફોટ, અનેક લોકો ઘાયલ થયા હોવાની આશંકા
કાબુલમાં મસ્જિદ બહાર વિસ્ફોટ થયો હતો.
Kabul Blast: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે વજીર મોહમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની આસપાસના વિસ્તારમાં એક જોરદાર વિસ્ફોટ થયો હતો. તેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. ત્યારે આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે વજીર મહોમ્મદ અકબર ખાન ગ્રાન્ડ મસ્જિદની આસપાસના વિસ્તારમાં એક મોટો ધમાકો થયો છે. આ વિસ્ફોટને કારણે ચારે તરફ ધુમાડો અને ધૂળ છવાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, થોડાં સમય માટે તો લોકોને સમજણ જ ના પડી કે ધડાકો ક્યાં થયો છે. તોલો ન્યૂઝના માધ્યમથી એનએનઆઈએ જણાવ્યુ હતુ કે, જ્યારે મસ્જિદમાંથી લોકો નમાજ અદા કરીને બહાર આવતા હતા ત્યારે ધડાકો થયો હતો. ધડાકામાં કેટલાંય લોકો ઘાયલ થવાની શક્યતા છે. જો કે, આ ઘટના માટે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
પોલીસ આ મામલે તપાસ કરે છેઃ પ્રવક્તા
કાબુલ પોલીસ પ્રમુખના પ્રવક્તા ખાલિદ જાદરાને જણાવ્યુ હતુ કે, આ વિસ્ફોટને લીધે કેટલાંક લોકોની મોત થઈ છે અને કેટલાંક લોકો ઘાયલ થયા છે, પરંતુ તેમણે ઘાયલ કે મૃતક લોકોની સંખ્યા નથી જણાવી. તો બીજી તરફ, ગૃહમંત્રીના પ્રવક્તા અબ્દુલ નફી તાકોરે જણાવ્યુ હતુ કે, વિસ્ફોટ મસ્જિદ પાસેના મેઇન રોડ પર થયો છે. તેઓ કારણની તપાસ કરી રહ્યા છે. પ્રવક્તા અબ્દુલ નફીએ કહ્યુ હતુ કે, પોલીસની ટીમ ઘટનાસ્થળે છે અને આ મામલે તપાસ કરી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર