Kabir Jayanti : કબીરના અનુયાયીઓનો પંથ કયો છે? શા માટે અનેક ફાંટામાં વહેંચાયો છે?

Kabir Jayanti : કબીરના અનુયાયીઓનો પંથ કયો છે? શા માટે અનેક ફાંટામાં વહેંચાયો છે?
Kabir Jayanti : કબીરના અનુયાયીઓનો પંથ કયો છે? શા માટે અનેક ફાંટામાં વહેંચાયો છે?

કબીરના શિષ્યોએ તેમની વિચારધારાના પંથની શરૂઆત કરી હતી. જેને કબીર પંથ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લગભગ 1 કરોડ લોકો આ પંથ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. જોકે, હવે આ પંથ અનેક ફાંટામાં વહેંચાઈ ચુક્યો છે

  • Share this:
દેશમાં સંત અને કવિ કબીરનું નામ ખૂબ સન્માન સાથે લેવાય છે. તેઓના વિચારોના અનેક સમર્થક છે. કબીર 15મી સદીના રહસ્યવાદી કવિ અને સંત હતા. તેઓ હિન્દી સાહિત્યના ભક્તિકાલીન યુગના પ્રવર્તક હતા. તેઓ નિર્ગુટ વિચારધારામાં માનતા હતા. તેમની રચનાઓની ઊંડી અસર પડી હતી. કબીરના શિષ્યોએ તેમની વિચારધારાના પંથની શરૂઆત કરી હતી. જેને કબીર પંથ તરીકે ઓળખવામાં આવે છે. દેશમાં લગભગ 1 કરોડ લોકો આ પંથ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. જોકે, હવે આ પંથ અનેક ફાંટામાં વહેંચાઈ ચુક્યો છે.

સંત કબીરે તેમના વિચાર ફેલાવવાની જવાબદારી ચતુર્ભુજ, બંકે જી, સહતે જી અને ધર્મદાસ નામના 4 મુખ્ય શિષ્યોને આપી હતી. તેઓ કબીરના વિચાર ફેલાવી અલગ પ્રકારનો સમાજ રચી શકાય તે માટે દેશમાં ચારેય બાજુ ગયા હતા. અલબત તેમના ત્રણ શિષ્યો અંગે ક્યાંય વધુ ઉલ્લેખ મળતો નથી. ચોથા શિષ્ય ધર્મદાસે કબીર પંથની ધર્મદાસી અથવા છત્તીસગઢી શાખાની સ્થાપના કરી હતી. જે આજે દેશમાં સૌથી મજબૂત કબીર પંથ શાખા છે. કબીરના અવસાનના 10 વર્ષ બાદ તેમના શિષ્યે આ પંથનો પ્રારંભ કર્યો હોવાનું કહેવાય છે.શું હતા કબીરના વિચાર?

કબીર હિન્દુ ધર્મ અને ઇસ્લામ બંનેની ટીકાકાર હતા. તેમણે યજ્ઞોપવિત અને સુન્નતને અર્થહીન ગણાવી હતી. તેમની આવી વાતોના લીધે તે સમયે હિન્દુઓ અને મુસ્લિમોમાં પણ ભારે નારાજગી હતી. તેમને ઘણી વાર ધમકીઓ મળી હતી.

કબીર પંથી લોકોની સંખ્યા કેટલી?

દેશમાં કુલ 96 લાખ લોકો કબીર પંથી હોવાનું માનવામાં આવે છે. તેમાંથી મુસ્લિમો ઓછા અને હિન્દુઓ મોટી સંખ્યામાં છે. તેમજ બૌદ્ધ ધર્મ અને જૈન સહિત અન્ય ઘણા ધર્મોના લોકો પણ પંથમાં છે. તેઓ કંઠી પહેરે છે. બિજક, રમૈની સહિતના શાસ્ત્રો પ્રત્યે આદરભાવ ધરાવે છે. ગુરુને સૌથી ઉપર માને છે. શરૂઆતમાં દાર્શનિક અને નૈતિક શિક્ષણનો આધાર ધરાવનાર આ સંપ્રદાય પાછળથી ધાર્મિક સંપ્રદાયમાં ફેરવાયો હતો

કબીર પંથની શાખાઓ કેટલી?

કબીરપંથની બે મોટી શાખાઓ છે. પ્રથમ શાખાનું કેન્દ્ર કબીરચૌરા (કાશી) છે. જેની મગહરમાં પેટા શાખા છે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા હતા. બીજુ મુખ્ય કેન્દ્ર છત્તીસગઢમાં આવેલું છે. જેની સ્થાપના ધર્મદાસ દ્વારા કરવામાં આવી હતી. આ શાખાઓમાં પણ તેમની ઘણી શાખાઓ અને પેટા શાખાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છત્તીસગઢ શાખા પણ ઘણી શાખાઓમાં વહેંચાઈ ગઈ છે. જેમાં કબીરચૌરા જગદીશપુરી, હરકેસર મઠ, કબીર-નિર્ણય-મંદિર (બુરહાનપુર) અને લક્ષ્મીપુર મઠનો સમાવેશ થાય છે.ક્યાં કોને શરૂ કર્યો પંથ

- ગુજરાતમાં પ્રચલિત રામ કબીર સંપ્રદાયના સ્થાપક કબીર શિષ્ય પદ્મનાભ અને પટનામાં ફતુહા મઠના સ્થાપક તત્ત્વાજી અથવા ગણેશ દાસ હોવાનું કહેવાય છે.

- મુઝફ્ફરપુરમાં કબીરપંથની બિદુરપુર મથવાલી શાખાની સ્થાપના કબીરના શિષ્ય જગુદાસે કરી હતી.

- બિહારમાં સારણ જિલ્લાના ધનૌતી ખાતે સ્થપાયેલી ભગતાહી શાખા કબીર શિષ્ય ભાગોદાસે શરૂ કરી હતી. ભગતાહી શાખામાં ભક્તિની લાગણી પ્રબળ છે, બ્રહ્યોપચાર નહીં.

- કબીરચૌરા શાખાની શરૂઆત કબીરના શિષ્ય સુરતગોપાલ દ્વારા કરવામાં આવી હતી. આ શાખાને સૌથી પ્રાચીન માનવામાં આવે છે. જોકે, કેટલાક લોકો આ બાબતે અંગે શંકા પણ વ્યક્ત કરે છે. તેની પેટા શાખાઓ બસ્તીના મગહર, કાશીના લહરતારા અને ગયાના કબીરબાગમાં છે.

આ પણ વાંચો - તમારા આધારકાર્ડથી કેટલાં લોકોએ લઈ રાખ્યું છે સિમ? આ સરળ પદ્ધતિથી જાણો

કઈ શાખા સૌથી મોટી?

કબીરપંથની અન્ય શાખાઓની સરખામણીમાં છત્તીસગઢી શાખા સૌથી વધુ વિસ્તૃત છે. તેમાં સૌથી વધુ અનુયાયીઓ પણ છે. છત્તીસગઢી શાખાની પેટા શાખાઓ માંડલા, દામાખેડા, છતરપુર સહિતના સ્થળોએ આવેલી છે.

કબીર પંથમાં કબીરને કઈ રીતે માનવામાં આવે છે?

કબીરપંથી સંસ્થાઓએ કબીર વિશે ઘણી પૌરાણિક કથાઓ રચી કાઢી છે. આ સાથે. તેમણે કબીરને અલૌકિક રૂપ આપ્યું છે. આ ઉપરાંત તેમણે તેમના ગ્રંથો અને સાહિત્યમાં સર્જન, વિનાશ, વિવિધ વિશ્વની કલ્પનાઓનું પણ સર્જન કર્યું હતું. આવુ મોટાભાગે છત્તીસગઢી શાખાના અનુયાયીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

કબીર પંથના ગ્રંથ

કબીર પંથની છત્તીસગઢી શાખાએ કબીર પર ઘણા ગ્રંથો અને રચનાઓ ઉભી કરી હતી. જો કે, તેનાથી કબીરે ખરેખર શું કહ્યું હતું તેનું મૂળ સ્વરૂપ જ ગાયબ થઈ ગયું હતું. પરિણામે આ પંથ પણ સાંપ્રદાયિકતા, ધાર્મિક વિધિઓ અને અન્ય આડંબરમાં બંધાઈને રહી ગયો હતો.

કબીરચૌરામાં શું છે?

વારાણસીના કબીરચૌરા ખાતે કબીર રહેતા હતા અને ત્યાં જ તેઓ પોતાની વાતો કહેતા હતા તેવું માનવામાં આવે છે. જેથી આ કબીરનું મુખ્ય ધર્મસ્થાન છે. જ્યાં એક મઢ અને કબીરદાસનું મંદિર છે. જેમાં તેમની તસવીર રખવામાં આવી છે. લોકો દૂર દૂરથી અહીં તેમના દર્શન માટે આવે છે.

કબીર પંથમાં એકેશ્વરવદ શું છે?

કબીર દાસે પોતે ગ્રંથ લખ્યા નથી. તેઓ માત્ર બોલતા હતા. તેમના ભજનો અને ઉપદેશ તેમના શિષ્યોએ લખાણમાં ઉતાર્યા હતા. તેઓ રામનામની મહિમા ગાતા હતા. એક જ ઈશ્વરને માનતા હતા. કર્મકાંડના પ્રખર વિરોધી હતા. તેઓ ઉપનિષદોના નિર્ગુણ બ્રહ્માને માનતા હતાં. રામ કહો કે અલ્લાહ, તે જ શુદ્ધ ઈશ્વર છે તેવું તેઓ કહેતા હતા.

મેળાનું આયોજન

કબીર પંથીઓ દ્વારા સમયાંતરે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ તકે કબીર-પંથી આચાર્યો પ્રવચનો આપે છે. કબીરના ઉપદેશનો પ્રચાર કરે છે. છત્તીસગઢમાં ઘણા સ્થળોએ આવા મોટા મેળાઓ યોજવામાં આવે છે.

કઈ રીતે થાય છે પ્રાર્થના

કબીર પંથમાં પ્રાર્થનાને બંદગી કહેવામાં આવે છે. તેનું ખૂબ મહત્વ છે. આ માટે સમય નિશ્ચિત હોય છે. સવારે અને રાત્રે જમ્યા પછી બંદગી કરવામાં આવે છે. કબીર પંથી માનવ શરીરને પાંચ તત્વોથી બનેલા માને છે. તેથી પાંચ તત્વોથી વિજય મેળવવા તેઓ પાંચ વખત બંદગી કરવી જરૂરી ગણે છે.

દીક્ષા, વ્રત અને ઉત્સવ

આજે પણ કબીર પંથમાં દિક્ષાની પ્રથા છે. જેને બરુ અથવા કંઠી ધારણા કહેવાય છે. મહંત સાહેબના શિષ્યો તુલસીમાંથી કંઠી બનાવે છે. દીક્ષા માટે એક ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં દીક્ષા લેનારના કુટુંબીજનો પરિચિતોને આમંત્રણ આપે છે. ગુરુ (મહંત) સાહેબ શિષ્યના ગળામાં તે કંઠી બાંધીને દીક્ષા આપે છે.

મગહરનું મહત્વ કેમ સૌથી વધારે?

કોઈ વ્યક્તિ તેનો અંત તેના કાર્યો અનુસાર મેળવે છે તેવું કબીર ખૂબ દ્રઢતાથી મનાતા હતા. પોતાની માન્યતા સાબિત કરવા માટે તેઓ અંતિમ સમયમાં મગહર ગયા હતા. કારણ કે લોકો એવું માને છે કે, જો તેઓ કાશીમાં મરી જશે તો સ્વર્ગ અને મગહરમાં મરી જાય તો નર્ક મળે છે. જેથી તેમણે મગહરમાં અંતિમ શ્વાસ લીધા હતા. આજે પણ તેમની ત્યાં સમાધિ છે.
Published by:News18 Gujarati
First published:June 24, 2021, 19:53 IST

ટૉપ ન્યૂઝ