કઠુઆ ગેંગરેપ કેસમાં આજે તમામ આરોપીઓને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે આ કેસની વધુ સુનાવણી 28મી અપ્રિલ પર મુલવતી રાખી છે. આ દરમિયાન જિલ્લા સેશન કોર્ટે કહ્યું છે કે તમામ આરોપીઓને ચાર્જશીટની કોપી આપવામાં આવે. કોર્ટમાં આરોપીઓના વકીલ અંકુર શર્માએ કહ્યું હતું કે અમે નાર્કે ટેસ્ટ માટે તૈયાર છીએ. આ મામલે મંદિરના પૂજારી અને આરોપી સાંજી રામની પુત્રીએ તમામ આરોપ નકારતા આ કેસમાં સીબીઆઈ તપાસની માંગણી કરી છે.
સાંજી રામ સહિત તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા
કઠુઆ રેપ અને હત્યા કેસમાં આજથી એટલે કે સોમવારથી જિલ્લા અને સેશન કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી. તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ આરોપીઓના નાર્કે ટેસ્ટની માંગણી કરવામાં આવી હતી. કોર્ટે વધુ સુનાવણી 28મી એપ્રિલ પર મુલતવી રાખી હતી.
Kathua rape and murder case: Visuals of the accused being brought to District Court pic.twitter.com/uw9WU1D6tN
આ કેસમાં આઠ લોકોને આરોપી બનાવાયા છે. આરોપીઓમાં એક સગીર પણ સામેલ છે, જેને 24મી એપ્રિલના રોજ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીઓને સવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આ કેસમાં આઠ આરોપીઓમાં સાંજી રામ, દીપક ખજૂરિયા, સુરિન્દ્ર વર્મા, વિશાલ જંગોત્રા, તિલક રાજ, આનંત દત્તા અને પરવેશ કુમાર તેમજ એક સીગર સામેલ છે. આ તમામને આજે કોર્ટમાં ન્યાયાધીશ સમક્ષ રજૂ કરવામાં આવશે.
શું છે આખો કેસ?
જમ્મુના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની એક બાળકી પર ગેંગરેપ અને બાદમાં હત્યાને કારણે આખા દેશમાં ગુસ્સો છે. જમ્મુ-કાશ્મીરની ક્રાઇમ બ્રાંચે આ સંદર્ભે ગત સોમવારે આરોપીઓ સામે 15 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં બકરવાલ સમાજની બાળકીના અપહરણ, બળાત્કાર અને તેની હત્યાને લઈને રુંવાળા ઉભા થઈ જાય તેવા ખુલાસા કરવામાં આવ્યા હતા.
આરોપ છે કે આઠ વર્ષની બાળકીને જાન્યુઆરીમાં એક અઠવાડિયા સુધી કઠુઆ જિલ્લાના એક ગામના મંદિરમાં બંધક બનાવીને રાખવામાં આવી હતી. બાળકીને નશીલી દવા આપીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી.
ચાર્જશીટમાં શું છે?
ક્રાઇમ બ્રાંચ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ અધિકારી સાંજી રામે પોલીસકર્મીઓના કેસને દબાવવા માટે 1.5 લાખ રૂપિયાની લાંચ પણ લીધી હતી. એટલું જ નહીં આ કેસને રફેદફે કરવા માટે બીજેપીના ધારાસભ્યો, વરિષ્ઠ મંત્રીઓ અને મહેબૂબા મુફ્તિ સરકાર પર દબાણ કર્યું હતું.
ચાર્જશીટ(આરોપપત્ર) અનુસાર આરોપીએ બાળકીને મંદિરમાં રાખવા માટે તેને બેભાન કરવાથી લઈને નશીલી દવાઓ આપી હતી. બાળકીના અપહરણ, હત્યા અને જંગોત્રા તેમજ ખજુરિયા સાથે બાળકી પર બળાત્કાર કરવામાં એક સગીરે મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કિશોરે પોતાનો સ્કૂલનો અભ્યાસ છોડી દીધો છે.
આરોપપત્ર પ્રમાણે ખજુરિયાએ બાળકીના અપહરણ માટે એક કિશોરને લાલચ આપી હતી. ખજુરિયાએ તેને કહ્યું હતું કે તે બોર્ડની પરીક્ષા પાસ કરવામાં તેની મદદ કરશે. બાદમાં તેણે પરવેશ સાથે મળીને આખી યોજનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓએ હેવાનિયતની હદ પાર કરી હતી
ચાર્જશીટ પ્રમાણે તમામ આરોપીઓ વારાફરતી બાળકી પર રેપ ગુજરાતા હતા. તમામ આરોપીઓ જ્યારે બાળકી પર રેપ કરી રહ્યા હતા ત્યારે સગીરે પોતાના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે તે 'મજા લેવા' માંગતો હોય તો અહીં આવી જાય. એટલું જ નહીં બાળકીને મારી નાખતા પહેલા પોલીસ અધિકારીએ તેને થોડા સમય માટે રોક્યા હતા, કારણ કે તે છેલ્લી વખત રેપ કરવા માંગતો હતો. બાદમાં બીજા વ્યક્તિએ પણ બાળકી સાથે રેપ કર્યો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર