ભાજપમાં જોડાતા જ કૉંગ્રેસ પર વરસ્યા જ્યોતિરાદિત્ય સિંધિયા- આજે મારું મન દુઃખી અને વ્યથિત પણ

સિંધિયા બીજેપી અધ્યક્ષ નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા.

બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાએ વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો.

 • Share this:
  નવી દિલ્હી : જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં સિંધિયાએ પાર્ટીની ઑફિસ ખાતે બીજેપીનું સભ્યપદ (Jyotiraditya Scindia Joins BJP) લીધું હતું. બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાએ જણાવ્યું કે, "કૉંગ્રેસ (Congress) છોડતી વખતે મારું મન દુઃખી અને વ્યથિત પણ છે. મારી જીવનમાં બે તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક 30મી સપ્ટેમ્બર, 2001, જ્યારે મેં મારા પિતા (માધવરાવ સિંધિયા)ને ગુમાવી દીધા હતા અને બીજી 10 માર્ચ, 2020, જ્યારે મારા જીવનનો નવો તબક્કો શરૂ થયો છે."

  બીજેપીમાં સામેલ થયા બાદ સિંધિયાએ વડાપ્રધાન મોદી, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર માન્યો હતો. સિંધિયાએ કહ્યું કે, હું નડ્ડાજીનો આભાર માનું છું કે તેમણે મને તેમના પરિવારમાં આમંત્રિત કર્યો.

  આ પણ વાંચો :  જ્યોતિરાદિત્યની પાસે એટલી અખૂટ સંપત્તિ કે તેમની સામે મોટા-મોટા બિઝનેસમેન પણ ઝાંખા પડે

  કૉંગ્રેસ પર વરસ્યા સિંધિયા

  આ દરમિયાન સિંધિયાએ કૉંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કૉંગ્રેસ પાર્ટી હવે પહેલા જેવી નથી રહી. તેમણે કહ્યું કે નેતૃત્વને માન્યતા નથી મળી રહી. કૉંગ્રેસમાં રહીને દેશની સેવા ન કરી શકાય. તેમણે કહ્યું કે મધ્ય પ્રદેશમાં ખેડૂત પરેશાન છે. યુવાનો લાચર છે. રોજગારી ઓછી થઈ છે, ભ્રષ્ટાચારમાં વધારો થયો છે.

  આ પણ વાંચો : 400 રુમના મહેલમાં શાહી અંદાજમાં રહે છે જ્યોતિરાદિત્ય, કિંમત છે લગભગ 4000 કરોડ રુપિયા  આજે મારું મન વ્યથિત અને દુઃખી પણ

  જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, "આજે મારું મન વ્યથિત અને દુઃખી પણ છે. કોૉંગ્રેસ પાર્ટી પહેલા જેવી નથી રહી. મધ્ય પ્રદેશમાં સરકાર બની હતી ત્યારે લોકોને એક સપનું બતાવ્યું હતું. પરંતુ 18 મહિનામાં તે તમામ સપના તૂટી ગયા હતા. ખેડૂતોનું દેવું માફ કરવાની વાત હોય, ગત પાકનું બોનસ ચુકવવાની વાત હોય કે પછી કરા પડવાને કારણે નાશ પામેલા પાકનું વળતર ચુકવવાની વાત હોય. ખેડૂતોની હજુ સુધી સહાય નથી મળી."

  આ પણ વાંચો : જાણો રાજકારણમાં કેટલો શક્તિશાળી છે સિંધિયા પરિવાર

  સિંધિયા પરિવાર અમારા સભ્ય જેવો : નડ્ડા

  આ પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે, આજે આપણા બધા માટે ખુશીની વાત છે. આજે હું અમારા વરિષ્ઠ નેતા સ્વર્ગવાસી રાજમાતા સિંધિયાને યાદ કરું છું. તેમણે ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટી બંનેની સ્થાપનાથી લઇને વિચારધારા આગળ વધારવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. નડ્ડાએ કહ્યું કે બીજેપીના તમામ કાર્યકરો જ્યોતિરાદિત્ય સિંધિયાનું સ્વાગત કરે છે. અમારું દિલ લોકતાંત્રિક છે, સિંધિયા પરિવાર અમારા માટે સભ્ય સમાન છે.

  આ પણ વાંચો : MPના 'ઑપરેશન લોટસ'માં BJPના આ મુસ્લિમ નેતાની મહત્વની ભૂમિકા, સિંધિયાના સારથી બન્યા

  નોંધનીય છે કે સિંધિયાના ભાજપમાં જોડાયા બાદ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે તેમને રાજ્યસભાની ટિકિટ આપવમાં આવશે. સિંધિયાને કેન્દ્રમાં મંત્રી પણ બનાવવામાં આવી શકે છે.
  Published by:Vinod Zankhaliya
  First published: