જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યો પરિવારનો સાથ, પુત્રએ કહ્યું - પિતાના નિર્ણય પર ગર્વ

જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યો પરિવારનો સાથ, પુત્રએ કહ્યું - પિતાના નિર્ણય પર ગર્વ

જ્યોતિરાદિત્ય સિંધિયાના પુત્ર આર્યમને કહ્યું - એક વિરાસતનો ભાગ હોઈને રાજીનામું આપવા માટે સાહસ જોઈએ

 • Share this:
  નવી દિલ્હી : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં બદલાતા રાજનીતિક ઘટનાક્રમ વિશે કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાનો પરિવાર તેમની સાથે ઉભો રહ્યો છે. કોંગ્રેસ નેતા સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે મને મારા પિતાના નિર્ણય પર ગર્વ છે, કારણ કે તેમણે પોતાના માટે આ રીતનો નિર્ણય લીધો છે. એક વિરાસતનો ભાગ હોઈને રાજીનામું આપવા માટે સાહસ જોઈએ. આર્યમને એ પણ કહ્યું કે મારા પરિવાર ક્યારેય સત્તોનો ભૂખ્યો રહ્યો નથી. જેવો વાયદો કર્યો છે કે અમે ભારત અને મધ્ય પ્રદેશના ભવિષ્યમાં સકારાત્મક ફેરફાર માટે પ્રયત્ન કરતા રહીશું.

  જ્યોતિરાદિત્ય સિંધિયાનો પુત્ર આર્યમન સોશિયલ મીડિયા પર સતત સક્રિય જોવા મળ્યો છે. 23 વર્ષના આર્યમને યેલ યૂનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. ટ્વિટર પર હરિયાણાના નેતા કુલદીપ બિશ્નોઈએ સિંધિયાએ કોંગ્રેસ છોડવા પર અફસોસ વ્યક્ત કરતા એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટને પણ આર્યમને રિટ્વિટ કરી છે. તે સતત પોતાના પિતાના પક્ષમાં સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળી રહ્યો છે.  આ પણ વાંચો - સિંધિયાના રાજીનામાંથી મધ્ય પ્રદેશમાં પડી જશે કમલનાથ સરકાર? જાણો નંબર ગેમ

  જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સિંધિયા ખાનદાનમાં ખુશીની લહેર છે. બીજેપી નેતા અને જ્યોતિરાદિત્યના ફોઈ અને શિવરાજ સરકારમાં મંત્રી રહેલા યશોધરા રાજેએ આ પગલાને સાહસિક ગણાવ્યું છે. શિવપુરીથી બીજેપીના ધારાસભ્ય યશોધરા રાજેએ સિંધિયાના રાજીનામા પર ટ્વિટ કર્યું છે કે રાજમાતાના રક્તએ રાષ્ટ્રહિતમાં નિર્ણય લીધો. સાથે ચાલીશું, નવો દેશ બનાવીશું. સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવાના સાહસિક પગલાને હું આત્મીય સ્વાગત કરું છું.
  Published by:Ashish Goyal
  First published: