જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- કોંગ્રેસ ડૂબતું જહાજ છે, હજુ નહીં સુધરે તો આખી ડૂબી જશે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- કોંગ્રેસ ડૂબતું જહાજ છે, હજુ નહીં સુધરે તો આખી ડૂબી જશે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું- કોંગ્રેસ ડૂબતું જહાજ છે, હજુ નહીં સુધરે તો આખી ડૂબી જશે
રેકોર્ડ વેક્સીનેશનમાં ધાંધલીના આરોપ પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો, સિંધિયાએ કહ્યું કે મહામારીના વાતાવરણમાં પણ કોંગ્રેસ રાજનીતિ શોધે છે
ભોપાલ : ભોપાલ પ્રવાસે આવેલા જ્યાતિરાદિત્ય સિંધિયાએ (Jyotiraditya scindia) પોતાની જૂની પાર્ટી કોંગ્રેસને સુધારવાની સલાહ આપી છે. સિંધિયાએ કહ્યું કે કોંગ્રેસ ડૂબી રહેલું જહાજ છે. હજુ પણ નહીં સુધરે તો જનતાના દિલમાં ક્યારેય સ્થાન બનાવી શકશે નહીં.
રેકોર્ડ વેક્સીનેશનમાં ધાંધલીના આરોપ પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસ પર જોરદાર પ્રહાર કર્યો હતો. સિંધિયાએ કહ્યું કે મહામારીના વાતાવરણમાં પણ કોંગ્રેસ રાજનીતિ શોધે છે. આ જ કારણ છે કે કોંગ્રેસની આવી સ્થિતિ થઇ ગઈ છે. જો તે હજુ પણ પોતાને નહીં સુધારે તો લોકોના દિલમાં ક્યારેય પણ સ્થાન બનાવી શકશે નહીં. સિંધિયા આટલાથી અટક્યા ન હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ ડૂબતું જહાજ છે અને તે આગળ પણ ડૂબતી જશે.
સિંધિયાએ કહ્યું કે જે લોકો વેક્સીન પર સવાલ ઉભા કરતા હતા તે લોકોને હવે વેક્સીનેશન મહાઅભિયાનના કિર્તીમાનથી જડબાતોડ જવાબ મળ્યો છે. ટિકાકરણના અભિયાનનો જે લક્ષ્ય નિર્ધારિત કર્યો હતો. ટાર્ગેટને એક દિવસમાં પાર કરીને 17 લાખ વેક્સીન લગાવવામાં આવી છે. જે લોકો કહેતા હતા કે વેક્સીન ખોટી છે, વેક્સીનમાં માંસ છે, વેક્સીનમાં ખબર નથી કે શું શું છે. હવે તે જ લોકો આંકડાને લઇને ટિકા કરી રહ્યા છે. ટિકા કરનારને વેક્સીનેશનના મહાઅભિયાનના આંકડાએ આઈનો બતાવ્યો છે.
જ્યોતિરાદિત્ય સિંધિયા આ મહિનામાં ત્રીજી વખત ભોપાલના પ્રવાસે છે. તેમણે કહ્યું કે હું ભોપાલનો છું. અહીં નહીં આવું તો ક્યાં જઈશ. જનસેવાના પથ પર હું ચાલ્યો છું જેથી જનતાની વચ્ચે દુખ દર્દને વહેંચવાનો સંકલ્પ લીધો છે તેને પુરા કરી શકું.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર