કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ પાર્ટી મહાસચિવ પદથી આપ્યું રાજીનામું

જ્યોતિરાદીત્ય સિંધિયા (ફાઈલ ફોટો)

લોકસભા ચૂંટણીમાં હાર બાદથી કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.

 • Share this:
  કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસના બેડામાં રાજીનામું આપવાનો સીલસીલો ચાલુ થઈ ગયો છે. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાના રાજીનામા બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા જ્યોતિરાદિત્ય સિંધિંયાએ પણ પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું છે.

  લોકસભા ચૂંટણીમાં હાર બાદથી કોંગ્રેસમાં રાજીનામા પડવાનો સિલસિલો ચાલુ છે. લોકસભા ચૂંટણીમાં હારની જવાબદારી લેતા રાહુલ ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે.

  જ્યોતિરાદિત્ય સિધિયાએ રાજીનામાની જાહેરાત કરતા ટ્વીટ કર્યું કે, જનાદેશ સ્વીકાર કરતા અને હારની જવાબદારી સ્વીકાર મે રાહુલ ગાંધીને કોંગ્રેસ મહાસચિવ પદ પરથી રાજીનામું સોંપી દીધુ છે. મને જવાબદારી સોંપવા અને મને પાર્ટીની સેવા કરવાનો અવસર આપવા બદલ રાહુલ ગાંધીનો આભાર વ્યક્ત કરૂ છુ.  ઉલ્લેખનીય છે કે, આજે જ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમણે અગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે મુંબઈ કોંગ્રેસનું નેતૃત્વ કરવા માટે ત્રણ સભ્ય પેનલનો પણ પ્રસ્તાવ આપ્યો છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, મિલિંદ દેવડાએ કહ્યું કે, તે પાર્ટીમાં સ્થાયિત્વ લાવવા માટે રાષ્ટ્રીય સ્તર પર ભૂમિકા નિભાવવા માંગે છે. માલૂમ થાય કે, રાહુલ ગાંધીએ 25મેના રોજ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું.

  મિલિંદ દેવડા તરફથી રવિવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના પડકાર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, બીજેપી-શિવસેના અને પ્રકાશ આંબેડકરની વંચિત અઘાડીના પ્રભાવને સમાપ્ત કરવું પાર્ટી માટે મોટો પડકાર હશે. મિલિંદ દેવડાએ 26 જૂનના રોજ નવી દિલ્હીમાં રાહુલ ગાંધીની મુલાકાત કરી હતી. તેના તૂરંત બાદ જ તેમણે મુંબઈ કોંગ્રેસની કમાન છોડવાની ઈચ્છા દર્શાવી હતી.

  લોકસભા ચૂંટણી બાદ પરિસ્થિતિ બદલાઈ
  મિલિંદ દેવડાએ લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણી પરિણામ બાદ રાજનૈતિક વાસ્તવિકતાઓ બદલાઈ ગઈ છે. એવામાં કોંગ્રેસ નેતા સમયની માંગ અનુસાર, જવાબદારી સંભાળવા માટે તૈયાર રહેવું જોઈએ. તમને જણાવી દઈએ કે, મિલિંદ દેવડાને લોકસભા ચૂંટણી પહેલા મુંબઈ કોંગ્રેસની જવાબદારી આપવામાં આવી હતી.
  Published by:kiran mehta
  First published: