જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંદાજમાં આપ્યો શિવરાજને જવાબ

News18 Gujarati
Updated: December 12, 2018, 3:08 PM IST
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આ અંદાજમાં આપ્યો શિવરાજને જવાબ
જ્યોતિરાદિત્ય સિંધિયા (ફાઇલ ફોટો)

કોંગ્રેસના જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક લાઇનમાં તમામ કટાક્ષ અને પ્રચારનો જવાબ આપી દીધો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: મધ્ય પ્રદેશમાં કોંગ્રેસને સરકાર રચવાનો માર્ગ મોકળો થતાં જ જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના વિજ્ઞાપનોનો જોરદાર જવાબ આપ્યો છે. સિંધિયાએ મીડિયામાં નિવેદન આપ્યું કે 'માફ કરો શિવરાજ અબ આયા જનતા કા રાજ'.

મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપે સતત જ્યોતિરાદિત્ય સિંધિયાને ટાર્ગેટ કર્યા હતા. તે કારણે કોંગ્રેસ હાઇકમાન્ડે જ્યોતિરાદિત્યને ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવીને મધ્ય પ્રદેશ મોકલ્યા હતા. ત્યારબાદ જ્યોતિરાદિત્ય સિંધિયા સમગ્ર રાજ્યમાં પરિવર્તન યાત્રામાં જોડાયા હતા અને કોંગ્રેસમાં જીવ ફૂંક્યો. કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો અને સિંધિયાને દરેક સ્થળે ભારે સમર્થન મળ્યું.

મધ્ય પ્રદેશના રાજકારણમાં સિંધિયાનું વધતું કદ અને જનતાનો રિસ્પોન્સ જોઈ ભાજપમાં હોબાળો થઈ ગયો. કોંગ્રેસે સીએમ પદ માટે કોઈને પણ પ્રોજેક્ટ નહોતા કર્યા પરંતુ સિંધિયા તે પદના સ્વાભાવિક દાવેદાર માનવામાં આવ્યા. ત્યારબાદ ભાજપે પોતાની રણનીતિ બદલી અને તમામ ફોકસ જ્યોતિરાદિત્ય સિંધિયા પર કર્યું. જ્યોતિરાદિત્ય સિંધિયા સામે તેમની દાદી અને ભાજપ નેતા વિજયારાજે સિંધિયાનું નામ લેવામાં આવ્યું. ભાજપે તેમની જન્મજતાબ્દી વર્ષ ઉજવવાની જાહેરાત કરી.

આ પણ વાંચો, MPમાં કોંગ્રેસને મળી ગયા 'નાથ'? શિવરાજે રાજીનામું આપતા કહ્યું- 'હવે હું ફ્રી છું'

કોંગ્રેસે પોતાના વિજ્ઞાપનોમાં ટેગ લાઇન કરી 'ગુસ્સા આતા હૈ' અને 'મામા તો ગયો રે' તેનો જવાબ ભાજપે આ રીતે આપ્યો. તેમણે પોતાના વિજ્ઞાપનોની લાંબી શ્રૃંખલામાં પંચ લાઇન રાખી 'માફ કરો મહારાજ હમારા નેતા તો શિવરાજ'. ભાજપના નેતાઓએ પોતાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં પણ સતત ભાષણોમાં કટાક્ષ કર્યો કે કોંગ્રેસમાં ઉદ્યોગપતિ-રાજા-મહારાજાની તિકડી છે. તમામ જાણે છે કે મધ્ય પ્રદેશના રાજકારણમાં દિગ્વિજયસિંહ રાજા અને જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાજાનાન નામથી જાણીતા છે. જ્યારે ભાજપ કમલનાથને ઉદ્યોગપતિ કહે છે.

હવે જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે, જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક લાઇનમાં ભાજપના તમામ કટાક્ષ અને પ્રચારનો જવાબ આપી દીધો છે.
First published: December 12, 2018, 2:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading