ટ્વિટર હેન્ડલથી BJP હટાવવા પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો આ જવાબ

ટ્વિટર હેન્ડલથી BJP હટાવવા પર જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો આ જવાબ

આજે સવારથી સિંધિયાના ટ્વિટર (Twitter) હેન્ડલને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ હતું

 • Share this:
  ભોપાલ : ભાજપા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)ના ટ્વિટર હેન્ડલથી BJPનું નામ હટાવવાને લઈને મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે સવારથી સિંધિયાના ટ્વિટર (Twitter) હેન્ડલને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓનું બજાર ગરમ હતું. જોકે સિંધિયાએ કોંગ્રેસ (Congress)છોડ્યા પછી પોતાના ઑફિશિયલ ટ્વિટર હેન્ડલ પર બીજેપીના નામનો ઉલ્લેખ ક્યારેય કર્યો નથી. પરંતુ તેમના ટ્વિટર હેન્ડલના સ્ક્રીન શોટ્સની સાથે આજે સવારથી એવી ખબરો ચાલી રહી છે, તેમણે બીજેપીનું નામ હટાવી લીધું છે. આ બધાની વચ્ચે સિંધિયાએ આ અફવાઓનું ખંડન કરતા ટ્વિટ કર્યુ છે. સિંધિયાએ પોતાના ટ્વિટમાં આ ખબરોને ખોટી ગણાવી છે. સાથે કહ્યું છે કે સત્યના મુકાબલે ખોટા ન્યૂઝ વધારે ઝડપથી ફેલાય છે.

  મધ્ય પ્રદેશમાં 24 સીટો પર પેટાચૂંટણીની હલચલની વચ્ચે જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર હેન્ડલને લઈને થયેલા હોબાળાથી પ્રદેશનું રાજકારણ ગરમ બન્યું છે. સિંધિયાના ટ્વિટર હેન્ડલને લઈને બબાલ થઈ હોય તેવું પ્રથમ વખત બન્યું નથી. આ પહેલા કોંગ્રેસમાં હતા ત્યારે પણ પોતાનું પ્રોફાઈલ બદલ્યુ હતું, તે સમયે પણ ચર્ચાઓનો દોર શરુ થયો હતો. તેના થોડા મહિના પછી સિંધિયા કોંગ્રેસ છોડીને બીજેપીમાં જોડાઈ ગયા હતા. હવે જ્યારે મધ્ય પ્રદેશમાં 24 સીટો પર પેટાચૂંટણી થવાની છે, સિંધિયાના સમર્થક ધારાસભ્યોને ટિકિટ આપવી કે ના આપવી તેને લઈને ખેંચતાણ ચાલી રહી છે, આ બધાની વચ્ચે ફરીથી તેમનું ટ્વિટર હેન્ડલ ચર્ચામાં છે.

  આ પણ વાંચો - BOEING 777: પીએમ મોદીના નવા આલીશાન વિમાનની પ્રથમ વખત તસવીર સામે આવી

  કાઢવામાં આવી રહ્યો છે રાજનીતિક અર્થ

  જ્યોતિરાદિત્ય સિંધિયાના ટ્વિટર પ્રોફાઈલને લઈને રાજનીતિક અર્થ કાઢવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને ભોપાલ અને દિલ્હીમાં આ ચર્ચા ચાલી રહી છે કે જે નેતાનું બીજેપીમાં આવવાનું સ્વાગત પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કર્યુ હોય, તે અત્યાર સુધી પોતાને સોશિયલ મીડિયા પર બીજેપીના કેમ નથી બતાવી રહ્યા? એટલું જ નહી જે નેતા આવ્યા પછી મધ્ય પ્રદેશનું રાજકારણ પૂરી રીતે બદલી ગયું, બીજેપીની સત્તામાં પાછી આવી ગઈ, શિવરાજ સિંહ ચૌહાણ ચોથી વખત મુખ્યમંત્રી બની ગયા, તે નેતાએ પાર્ટીમાં જોડાયા પછી પણ પોતાના ટ્વિટર પ્રોફાઈલથી બીજેપીને દૂર કેમ રાખ્યું છે. આવા કેટલાક સવાલો છે કે જે આવનારા દિવસોમાં એમપીના રાજકારણને ગરમ રાખશે.
  Published by:Ashish Goyal
  First published: