પેટા-ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં રાજકીય ઘમાસાણ તેજ, સિંધિયાએ ટ્વિટર પ્રોફાઇલમાંથી BJP હટાવી દીધું!

સિંધિયાએ ટ્વિટર પરથી બીજેપી હટાવ્યું.

જ્યોતિરાદિત્ય સિંધિયા (Scindia)એ જ્યારે કૉંગ્રેસ પાર્ટી છોડી હતી ત્યારે તેમણે ટ્વિટર એકાઉન્ટ (Twitter Account)માંથી કૉંગ્રેસ શબ્દ હટાવી દીધો હતો.

 • Share this:
  ભોપાલ : મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં આગામી મહિનાઓમાં પેટા-ચૂંટણી યોજાશે. ચૂંટણીને લઈને કૉંગ્રેસ અને બીજેપીએ અત્યારથી જ તૈયાર શરૂ કરી દીધી છે. આ દરમિયાન મધ્ય પ્રદેશ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. થોડા મહિના પહેલા કૉંગ્રેસનો પંજો છોડીને ભાજપનું કમળ પકડનારા કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)એ કથિત રીતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી BJP શબ્દ હટાવી દીધો છે. તેની જગ્યાએ તેમણે પબ્લિક સર્વેન્ટ એવું લખ્યું છે. સમાચાર સામે આવતા જ રાજકારણ ગરમાયું છે. લોકો અલગ અલગ અટકળો લગાવી રહ્યા છે. હકીકતમાં, જ્યોતિરાદિત્ય સિંધિયા (Scindia)એ જ્યારે કૉંગ્રેસ પાર્ટી છોડી હતી ત્યારે તેમણે ટ્વિટર એકાઉન્ટ (Twitter Account)માંથી કૉંગ્રેસ શબ્દ હટાવી દીધો હતો. આ મામલે ભાજપ તરફથી હાલ કોઈ પ્રતિક્રિયા નથી આવી.

  મધ્ય પ્રદેશમાં બીજેપીની સરકાર બન્યાના બે મહિના જેટલો સમય વીતી જવા છતાં હજુ સુધી પૂર્ણ રીતે મંત્રીમંડળનું વિસ્તરણ નથી થઈ શક્યું. રાજનીતિક જાણકારોનું કહેવું છે કે સિંધિયા પોતાના સમર્થક વિધાનસભ્યોમાંથી વધારેમાં વધારે લોકોને મંત્રી બનાવવા માંગે છે. જ્યારે શિવરાજસિંહ બેલેન્સ કરવા માંગે છે, જેથી બીજેપીના ધારાસભ્યો પણ નરાજ ન થાય. આ જ કારણે દબાણ ઊભું કરવા માટે સિંધિયાએ ટ્વિટર પરથી બીજેપી શબ્દ હટાવી દીધો હોવાનું માનવામાં આવે છે.

  આ પણ વાંચો :  ભારતમાં કોરોનાએ ચિંતા વધારી, અઠવાડિયામાં 61 હજાર કેસ, શું ફરીથી લૉકડાઉન લાગશે?

  22 ધારાસભ્યોએ કૉંગ્રેસ પાર્ટી છોડી

  નોંધનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે 22 ધારાસભ્યોએ કૉંગ્રેસ પાર્ટી છોડી છે, જેમાંથી છ લોકો કમલનાથ સરકારના મંત્રીમંડળમાં હતાં. ભાજપની સરકાર બન્યા બાદ શિવરાજસિંહ ચૌહાણના મંત્રીમંડળમાં સિંધિયાના સમર્થક છ મંત્રીઓને સમાવવાથી ભાજપના આંતરિક સમીકરણો બગડી શકે છે. સૌથી મોટી ખેંચતાણ બુંદેલખંડ અને ગ્વાલિયર-ચંબલમાં ચાલી રહી છે. બુંદેલખંડ ક્ષેત્રથી ભાજપના બે મોટા ચહેરા ગોપાલ ભાર્ગવ અને ભૂપેન્દ્રસિંહ છે. બંને સાગર જિલ્લાના વિધાનસભા બેઠકોમાંથી ચૂંટાઈને આવ્યા છે.

  આ પણ વાંચો : ગર્ભવતી હાથણીના મોત મામલે નવો ખુલાસો, અનાનસ નહી, વિસ્ફોટક સાથેનું નાળિયેર અપાયું હતું  સિંધિયા સમર્થક ગોવિંદ રાજપૂત પણ સાગર જિલ્લાના

  જ્યારે, સિંધિયા સમર્થક ગોવિંદ રાજપૂત પણ સાગર જિલ્લામાંથી આવે છે. રાજપૂતને મંત્રી બનાવવામાં આવ્યા બાદ સાગર જિલ્લામાંથી વધુ એક ધારાસભ્યને મંત્રી બનાવવામાં આવી શકે છે. શિવરાજસિંહ ચૌહાણ પોતાના સમર્થનક ભૂપેન્દ્રસિંહને મંત્રીમંડળમાં લેવા માંગે છે. કેન્દ્રીય નેતૃત્વ ગોપાલ ભાર્ગવને નારાજ નથી કરવા માંગતા. કમલનાથની સરકાર પાડવાની રણનીતિમાં ભૂપેન્દ્રસિંહની ભૂમિકા નકારી શકાય તેમ નથી. મધ્ય પ્રદેશ કૉંગ્રેસ કમિટીના પ્રવક્તા જે.પી. ધનોપિયાનું માનવું છે કે ભાજપમાં બળવાની સ્થિતિ છે, આ કારણે મંત્રીમંડળનું વિસ્તરણ નથી થઈ રહ્યું.
  Published by:Vinod Zankhaliya
  First published: