કેનેડાના PM જસ્ટિન ટ્રૂડો આજે આવશે ભારત, જાણો - શું છે કાર્યક્રમ

અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ પણ કેનેડા પ્રધાનમંત્રીની આ પહેલી ગુજરાત યાત્રા હશે...

અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ પણ કેનેડા પ્રધાનમંત્રીની આ પહેલી ગુજરાત યાત્રા હશે...

 • Share this:
  કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડો શનિવારે ભારતના સાત દિવસના પ્રવાસે દિલ્હી પહોંચશે. આ સમયમાં બંને દેશના સંબંધને વધુ મજબૂત કરવા, સાથે કેનેડામાં વધતા જતા શિખ કટ્ટરપંથ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.

  વિદેસ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યું કે, આવા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જેને લઈ ભારત ચિંતિત છે. કુમારે વધુમાં કહ્યું કે, આ એક મહત્વની યાત્રા છે, દ્વિપક્ષિય હીતના તમામ મહત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.

  આ સિવાય બંને દેશ વચ્ચે વ્યાપાર વધે તે માટે અને સિવિલ ન્યૂક્લિયર ડીલ મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે. કેનેડાના એક ડિપ્લોમેટિક સૂત્રના જણાવ્યા અનુસાર, આ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધને વધુ મજબૂત બનાવવાનો એક અવસર છે. જેનાથી બંને દેશને લાભ થશે.

  ટ્રુડો દિલ્હી સિવાય આગરા, અમદાવાદ, અમૃતસર અને મુંબઈ પણ જશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર કોઈ પણ કેનેડા પ્રધાનમંત્રીની આ પહેલી ગુજરાત યાત્રા હશે.

  20 ફેબ્રુઆરીએ ટ્રુડો મુંબઈ જશે, જ્યાં તે ટોપ ક્લાસના વ્યાપારીઓ સાથે મીટિંગ કરશે. આ સિવાય તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાક પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરશે, જેથી સિનેમા ક્ષેત્રમાં સંભાવનાઓને વધારી શકાય.

  21 ફેબ્રુઆરીએ તે અમૃતસર જશે, ત્યાં તેઓ સુવર્ણ મંદિરમાં દર્શન કરશે. 22 ફેબ્રુઆરીએ જામા મસ્જિદ જશે. ત્યારબાદ તેઓ કેનેડા અને ભારતના ટોપ વ્યાપારીઓને સંબોધિત કરશે.
  Published by:kiran mehta
  First published: