જસ્ટિસ શરદ અરવિંદ બોબડે 47મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ લેવડાવ્યા

News18 Gujarati
Updated: November 18, 2019, 10:37 AM IST

જસ્ટિસ બોબડે 23 એપ્રિલ 2021 સુધી દેશના સીજેઆઈ તરીકે કાર્ય કરશે

  • Share this:
નવી દિલ્હી : જસ્ટિસ શરદ અરવિંદ બોબડે (Justice Sharad Arvind Bobde) સોમવારે ભારતના 47મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે શપથ ગ્રહણ કર્યા. તેમને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)એ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. જસ્ટિસ બોબડે (Justice Bobde) જસ્ટિસ રંજન ગોગોઈ (Ranjan Gogoi)ના સ્થળે દેશના નવા CJI બન્યા છે.

જસ્ટિસ બોબડે મહારાષ્ટ્રના એક જાણીતા વકીલોના પરિવારથી આવે છે. મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલી ચૂકેલી બોબડેને એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જસ્ટિસ બોબડે 23 એપ્રિલ 2021 સુધી દેશના સીજેઆઈ તરીકે કાર્ય કરશે.

દેશના નવી ચીફ જસ્ટિસ બોબડેના પિતા અરવિંદ શ્રીનિવાસ બોબડે મહારાષ્ટ્રના પૂર્વ એટર્ન જર્નલ હતા. આ ઉપરાંત તેમના ભાઈ પણ એક વરિષ્ઠ વકીલ હતા. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ બોબડે કોર્ટની પાંચ જજોવાળી તે વિશેષ બેન્ચનો હિસ્સો હતો, જેમણે વર્ષોથી વિવાદાસ્પદ અયોધ્યા રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલા પર ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ ગોગોઈનો સુપ્રીમ કોર્ટમાં કાર્યકાળ યાદ રખાશે. તેમના કાર્યકાળ દરમિયાન કોર્ટે અનેક મહત્વર્પૂણ મામલાઓ પર ચુકાદા આપ્યા. અયોધ્યા મામલા ઉપરાંત ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે સબરીમાલા મુદ્દા સાથે જોડાયેલા મહત્વણપૂર્ણ સવાલોને લાર્જર બેન્ચને સોંપવાનો નિર્ણય લીધો.

સાથોસાથ રાફેલ મુદ્દો, ચોકીદાર ચોર હૈ અને સીજેઆઈની ઑફિસને માહિતીના અધિકારમાં લાવવા જેવા મહત્વપૂર્ણ ચુકાદા પણ જસ્ટિસ ગોગોઈના કાર્યકાળ દરમિયાન આપવામાં આવ્યા. નોંધનીય છે કે, ભારતના ચીફ જસ્ટિસની ઑફિસને માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કવર કરવામાં આવી હતી. જસ્ટિસ ગોગોઈની આગેવાનીવાળી બેન્ચે સરકારને સરકારી સોદા હેઠળ ફ્રાન્સથી રાફેલ જેટ ખરીદવાના કેન્દ્રના નિર્ણયને ખોટો નહોતો માન્યો.

આ પણ વાંચો,

ભારતે નિકાસ રોક્યા બાદ બાંગ્લાદેશમાં ડુંગળી 220 રૂપિયે કિલો થતાં PM હસીનાએ પણ ઉપયોગ બંધ કર્યો
NRCથી લઈને આર્થિક સુસ્તી સુધી, શિયાળુ સત્રમાં વિપક્ષ ઉઠાવી શકે છે આ મુદ્દા
First published: November 18, 2019, 10:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading