નવી દિલ્હી : ન્યાયાધીશ નૂતલપતિ વેંકટ રમણ (Justice NV Ramana)ને દેશના નવા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિયુક્તીને મંજૂરી આપવામાં આવી છે. જસ્ટીસ રમણ 24મી એપ્રિલે ભારતના 48માં નવા ન્યાયાધીશ તરીકે પદ સંભાળશે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ (CJI Sharad Arvind Bobde)ની જગ્યાએ તેઓ મુખ્ય ન્યાયાધીશ બનશે. જસ્ટીસ બોબડે 23મી એપ્રિલે પોતાના પદને છોડશે. જસ્ટીસ રમણ 26 ઑગસ્ટ 2022ના રોજ સેવા નિવૃત્ત થવાના છે.
જસ્ટીસ એનવી રમણને વર્ષ 2014માં ફેબ્રુઆરી મહિનામાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. વર્ષ 1983માં 10મી ફેબ્રુઆરીના રોજ વકીલાત શરૂ કરનારા જસ્ટીસ રમણ આંધ્રપ્રદેશ સરકારના એડવૉકેટ જનરલ પણ હતા.
ખેડૂત પરિવારના પુત્ર
ખેડૂત પરિવારના દીકરા જસ્ટીસ એનવી રમણે સાયન્સ અને લૉનો અભ્યાસ કર્યો હતો. કત્યારબાદ તેમણે આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કેન્દ્રીય પ્રસાશન ટ્રિબ્યૂનલ અને સુપ્રીમ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી. તેઓ રાજ્ય સરકારની એજન્સીઓ માટે પેનલ કાઉન્સિલ તરીકે પણ કામ કરતા હતા. વર્ષ 2000માં 27મી જૂનના રોજ તેમને આંધ્રપ્રદેશના કોર્ટમાં કાયમી જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારુબાદ વર્ષ 2013ની 13મી માર્ચથી લઈને 20 મે સુધી સુધી તેઓ આંધ્રપ્રદેશના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ હતા.
2 સપ્ટેમ્બર 2013ના રોજ તેમનું પ્રમોશન થયું અને તેમને દિલ્હી હાઇકોર્ટના ચીફ જસ્ટીસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014ની 17મી ફેબ્રુઆરીના રોજ તેમને સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પાછલા કેટલાક વર્ષોમાં જસ્ટીસ રમણનૌ સૌથી ચર્ચિત નિર્ણય જમ્મુ-કાશ્મીરમાં ઇન્ટરનેટની સુવિધા આપવા અંગેનો હતો.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટમાં જજની અનુમોદિત સંખ્યા 34ની છે જેમાં ચીફ જસ્ટીસનો સમાવેશ પણ થાય છે. જ્યારપે વર્તમાનમાં 30 જજ જ કાર્યરત છે. કારણ કે જસ્ટીસ ગોગોઈ, જસ્ટિસ ગુપ્તા, જસ્ટીસ ભાનુમતિ અને જસ્ટિસ મિશ્રાની સેવા નિવૃત્તિ બાદ એક પણ જજની નિયુક્તી નથી થઈ. જસ્ટીસ ગોગોઈ વર્ષ 2019ની શરૂઆતમાં સેવાનિવૃત્ત થયા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર