Home /News /national-international /

જસ્ટિસ કુરિયનનો CJIને પત્ર, સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરામાં

જસ્ટિસ કુરિયનનો CJIને પત્ર, સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરામાં

    સુપ્રીમ કોર્ટનું અસ્તિત્વ ખતરામાં છે અને જો જજોની નિયુક્તિના મામલામાં સરકારના મૌન પર કોર્ટ કાંઇ નથી કરતી તો ઇતિહાસ અમને માફ નહીં કરે. જસ્ટિસ કુરિયન જોસેફે ભારતના ચીફ જસ્ટિસને (CJI) લખાયેલા એક નવા પત્રમાં આ વાત કહી છે. જેનાથી દેશની ન્યાયિક વ્યવસ્થામાં એકવાર ફરી વિવાદ શરૂ થઇ ગયો છે અને સરકાર તથા-justice-kurian-joseph-to-cji સુપ્રીમ કોર્ટની વચ્ચે વિવાદ શરૂ થવાની આશંકા છે.

    ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે, જસ્ટિસ કુરિયન જોસેફે આ પત્રમાં લખ્યું છે કે, કોલેજીયમ દ્વારા એક જજ અને એક વરિષ્ઠ વકીલને પદોન્નતિ આપીને સર્વોચ્ચ ન્યાયાલયમાં લાવવાની ભલામણને દબાવીને બેસવાના સરકારના અભૂતપૂર્વ પગલા પર જો કોર્ટે કોઇ પ્રતિક્રિયા ન આપી તો ઇતિહાસ અમને માફ નહીં કરે.

    અસલમાં જસ્ટિસ કુરિયન કોલેજીયમના ફેબ્રુઆરીના એ નિર્ણય પર ઇશારો કરી રહ્યાં છે જેમાં વરિષ્ઠ ઇંદુ મલ્હોત્રા અને ઉત્તરાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ કે. એમ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવાની ભલામણ કરવામાં આવી હતી.

    આ પત્ર અંગે જસ્ટિસ જોસેફે કહ્યું કે, પહેલી વાર આ કોર્ટના ઇતિહાસમાં એવું થયું છે કે કોઇ ભલામણ પર ત્રણ મહિના પછી પણ એ ખબર નથી પડી કે તેનું શું થયું. તેમણે CJIને કહ્યું કે આ મામલામાં સ્વત સંજ્ઞાન લેતા સાત વરિષ્ઠ જજોની બેચ દ્વારા સુનાવણી કરવામાં આવે. જો તેમની આ માગ માની લેવામાં આવે છે તો સાત જજોની બેંચ સરકારને કોલેજિયનની લંબિત ભલામણો પર તત્કાળ નિર્ણય લેવાનો આદેશ આપી શકે છે. આ પછી પણ સરકાર આવું ન કરે તો તેને ન્યાયિક અવજ્ઞા માનવામાં આવશે.

    જસ્ટિસ કુરિયને આ પત્રની કોપી સુપ્રીમ કોર્ટના 22 અન્ય જજોને પણ મોકલવામાં આવી છે. નોંધનીય છે કે આ પહેલા ગત 12 જાન્યુઆરીના રોજ પણ જસ્ટિસ કુરિયન જોસેફ સહિત ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સીજેઆઈની કાર્યપ્રણાલી પર સવાલો ઉઠાવ્યાં હતાં.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: CJI, હાઇકોર્ટ

    આગામી સમાચાર