Home /News /national-international /

ઇન્દુ મલ્હોત્રાની નિમણૂક ઉપર રોક સંબંધી અરજીને CJIએ નકારી

ઇન્દુ મલ્હોત્રાની નિમણૂક ઉપર રોક સંબંધી અરજીને CJIએ નકારી

ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના નિર્ણય ઉપર રોક લગાવવા ઉપર ઇન્કાર કર્યો છે.

ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના નિર્ણય ઉપર રોક લગાવવા ઉપર ઇન્કાર કર્યો છે.

    ભારતના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ ઇન્દુ મલ્હોત્રાને સુપ્રીમ કોર્ટના જજ બનાવવાના નિર્ણય ઉપર રોક લગાવવા ઉપર ઇન્કાર કર્યો છે. તેણે ઇન્દુ મલ્હોત્રાની એપોઇમેન્ટ ઉપર રોક લગાવવાની અરજીને અકલ્પનીય ગણાવતા કહ્યું હતું કે, આ સમજની બહાર છે આવું પહેલા ક્યારે નથી સાંભળ્યું. દિપક મિશ્રાએ કહ્યું હતું કે, કોઇ પણ મામલાની ગંભીરતા નથી સમજી રહ્યું. કોલિજિયમ એ મુદ્દા ઉપર વિચાર કરશે કે સરકાર કયા કેસમાં નિર્ણય લઇ શકે છે.

    સુપ્રમી કોર્ટ બાસ એસોસિએશનના પ્રતિનિધિ વરિષ્ઠ વકિલ ઇન્દિરા, જયસિંહ, સીયુ સિહં અને વિકાસ સિંહે જસ્ટિસ જોસેફની નિમણૂંક ઉપર રોક લગાવી એ ન્યાયતંત્રની આઝાદી ઉપર સીધો હુમલો ગણાવ્યો છે. ઇન્દિરા જયસિંહે આ મામલે કોઇ નિકાલ ન આવે ત્યાં સુધી ઇન્દુ મલ્હોત્રાના એપોઇમેન્ટ ઉપર પ્રતિબંધ લાવવા માટે અપીલ કરી છે.

    આ ઉપર જવાબ આપતા ચીફ જસ્ટિસ દિપક મિક્ષાએ કહ્યું હતું કે, તમે કેવી રીતે જાણો છો કે, આ સરકારે કર્યું છે ? જો એમણે કોઇ નામ ઉપર પુનુર્વિચાર કરવા માટે કહ્યું છે તો આ તેમના અધિકારમાં છે. હવે અમે તેમની તપાસ કરીશું. બંધારણીય પીઠમાં સામેલ જસ્ટિસ એએમ ખઆનવિલ્કર અને ડીવાઇ ચંદ્રચૂડે આ અરજી સુનાવણઈ કરતા કહ્યું હતું કે, પુર્નવિચારની પ્રક્રિયા અપનાવવામાં આવી છે. આમ હાઇકોર્ટની નિમણૂંકમાં બાધા આવી શકે છે.

    જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું હતું કે, માની લો કે કોલિજિયમે હાઇકોર્ટ માટે 30 નામ મોકલ્યા છે. જો સરકાર ઇચ્છે કે આપણે આ યાદીમાંથી બે કે ત્રણ નામો ઉપર પુનર્વિચાર કરીએ તો. શું તેમને અન્ય નામો ઉપર પણ બોલવાની મંજૂરી આપવી જોઇએ. વિચારો કે પછી નિમણૂકો પર શુ કરી શખાય. શું હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટની નિમણૂંકો પર આપણે અલગ અલગ નિયમ અપનાવીશું? આ ઉપરં જસ્ટિસ ખાનવિલ્કરે કહ્યું કે પહેલાના નિર્ણય માન્ય હોવા જોઇએ.
    Published by:Ankit Patel
    First published:

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन