સુપ્રીમ કોર્ટના સૌથી વરિષ્ઠ ન્યાયામૂર્તિ જસ્ટિસ જે ચેલમેશ્વરે મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાને પત્ર લખીને ચેતવણી આપી છે કે સરકાર અને ન્યાયપાલિકાની વચ્ચે જરૂરથી વધારે મિત્રતા લોકતંત્ર માટે ખતરનાક છે. વરિષ્ઠ ન્યાયમૂર્તિએ કેન્દ્ર સરકારે અનુચિત વ્યવહાર માટે પાંચ પાનાના પત્રની નકલ સુપ્રીમ કોર્ટના અન્ય 22 ન્યાયમૂર્તિને લખ્યો છે.
પત્રમાં જસ્ટિસ ચેલમેશ્વરે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ જૂડિશયરીના કામકાજમાં કેન્દ્ર સરકારના હસ્તક્ષેપ સાથે જોડાયેલા મામલામાં જજોને સાંભળવા માટે ફુલ કોર્ટ બનાવવાનો અનુરોધ કર્યો છે. સાથે જ એમને કહ્યું છે કે કેટલાક જજો દ્વારા રિટાયરમેન્ટ પછી પણ લાભ માટે પદો મેળવવાની કોશિષ જેવા મામલાની પણ સુનાવણી થાય.
સીએનએન ન્યૂઝ 18 પાસે આ લેટરની કોપી છે.
આ પત્રની નકલ અન્ય ન્યાયમૂર્તિઓને એટલા માટે પાઠવવામાં આવી છે કે અગાઉ જ્યારે ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, મદન બી. લોકુર, કુરિયન જોસેફ અને ચેલમેશ્વરે 12 જાન્યુઆરીના રોજ પત્રકાર પરિષદ યોજીને તેમણે મુખ્ય ન્યાયમૂર્તિને પાઠવેલા પત્ર પર પગલાં લેવાઈ રહ્યાં ના હોવાની ફરિયાદ કરી ત્યારે અન્ય ન્યાયમૂર્તિઓએ ટીકા કરી હતી કે પત્રકાર પરિષદ યોજતી વખતે તેમને વિશ્વાસમાં લેવામાં નહોતા આવ્યા. આ પ્રકારની ટીકાથી બચવા 22 ન્યાયમૂર્તિઓને પણ પત્રની નકલ પાઠવી છે.
તેમણે કહ્યું, "આ નિર્ણય ન માત્ર છેલ્લી તપાસના પરિણામોને નકારે છે જેમાં અધિકારીઓને ક્લિન ચીટ આપવામાં આવી હતી પરંતુ આ કોલેજિયમના રેકમેન્ડેશનને પણ જાકારો આપે છે." તેમણે ન્યાયમૂર્તિ કૃષ્ણ ભટ્ટ સામે પણ શરૂ થયેલ તપાસ પર સવાલો કર્યા છે.
જસ્ટિસ ચેલમેશ્વે પોતાના પત્રમાં લખ્યું છે કે જો સરકારને એ અધિકારીઓની પદોન્નતિ માટે કોઈ સંશય કે અસહમતિ હતી તો તે કોલેજિયમને રિકંસિડરેશન માટે કહી શકતી હતી. તેમણે કહ્યું કે, અમારો દુખદ અનુભવ એ છે કે એવું ઘણી ઓછીવાર થાય છે કે સરકાર અમારો સુજાવ માને છે.
હાઈકોર્ટ જજોની નિયુક્તિ ઉપરાંત સુપ્રીમ કોર્ટ માટે અપાયેલ બે જજોના નામ પર કેન્દ્ર સરકારે હજી સુધી કોઈ જવાબ આપ્યો નથી. આમાંથી એક જસ્ટિસ કે એમ જોસેફ છે. તેમની અધ્યક્ષતાવાળી બેંચે 2016માં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસનની નિંદા કરી હતી અને કેન્દ્ર સરકારના હિસાબથી શાસન ચલાવવા માટે રાજ્યપાલની આલોચના કરી હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર