જસ્ટિસ બેદી કમિટીએ ગુજરાતના 3 એનકાઉન્ટર નકલી ગણાવ્યા, તરુણ બારોટ સહિત 9 સામે કેસની ભલામણ

ત્રણ એન્કાઉન્ટર કેસમાં 9 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરી છે

News18 Gujarati
Updated: January 12, 2019, 12:44 PM IST
જસ્ટિસ બેદી કમિટીએ ગુજરાતના 3 એનકાઉન્ટર  નકલી ગણાવ્યા, તરુણ બારોટ સહિત 9 સામે કેસની ભલામણ
ત્રણ એન્કાઉન્ટર કેસમાં 9 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરી છે
News18 Gujarati
Updated: January 12, 2019, 12:44 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી જસ્ટિસ એચએસ બેદીની સમિતિએ ફાઇનલ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં થયેલા 17 એનકાઉન્ટર્સમાંથી ત્રણ નકલી હતા. સમિતિએ એ આરોપોને નકાર્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન મુસ્લિમ આતંકવાદીઓને શોધી-શોધીને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા.

સુપ્રીટ કોર્ટના પૂર્વ જસ્ટિસે તેમનો રિપોર્ટ મોનિટરિંગ કમિટીના અધ્યક્ષનો સોંપ્યો છે. આ મોનિટરિંગ કમિટીની રચના 2002-2006 દરમિયાન ગુજરાતમાં થયેલા એનકાઉન્ટર્સની તપાસ માટે કરવામાં આવી હતી.

ગુજરાતના પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારના એ દાવાને પણ નકારાયો છે જેમાં તેમણે આરોપ મૂક્યો હતો કે, મોટા હોદ્દા પર બેઠેલા અધિકારીઓ અને નેતા ફેક એનકાઉન્ટર કરી મુસ્લિમોને મારવા માટે મૌખિક આદેશ આપતા હતા.

આ પણ વાંચો, ઇશરત જહાં એન્કાઉન્ટરઃ એન કે અમીને કહ્યું CBIએ કરેલી તપાસ બોગસ

જસ્ટિલ બેદીએ એ વાત પર પણ ભાર મૂક્યો છે કે, પરિસ્થિતિને કારણે ઓરોપોની સત્યતા શંકાના ઘેરામાં છે. જેના કારણે જુદા-જુદા રાજ્યો સાથે સંબંધિત એનકાઉન્ટરના 17 કેસમાં બધા સમુદાયના પીડિત પક્ષ સામેલ છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

કમિટી દ્વારા તપાસાયેલા 17 કેસમાં ગુજરાત પોલીસને 14 કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ક્લિન ચીટ મળી ગઇ છે.
Loading...

ઉપરાંત ત્રણ કેસમાં 9 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ભલામણ કરી છે. કમિટીએ ઈન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા, ટી. એ. બારોટ, સબ ઈન્સ્પેક્ટર જે. એમ. ભારદ્વાજ, કોન્સ્ટેબલ ગણેશભાઈ, ઈન્સ્પેક્ટર કે.જી. એરદા, સબ ઈન્સ્પેક્ટર એલ.બી. મોનપારા, જે. એમ. યાદવ, એસ.કે. શાહ અને પરાગ પી. વ્યાસ વિરુદ્ધ કેસ ચલાવવા ભલામણ કરી છે.
First published: January 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...