મૂળે, પીએમ મોદી, જસ્ટિસ એકે સીકરી અને મલ્લિકાર્જુન ખડગેની ત્રણ સભ્યોની કમિટીએ 2-1થી આલોક વર્માને પદથી હટાવવાનો નિર્ણય લીધો હતો. સીકરી અને પીએમ મોદીએ તેમને હટાવવા પર મહોર લગાવી, જ્યારે ખડગે તેના વિરોધમાં હતા.
એવામાં કોંગ્રેસે જસ્ટિસ સીકરીને મળેલી આ ઓફરને સીબીઆઈ ડાયરેક્ટરને હટાવવા પર તેમની સહમતિથી જોડતા સરકારે જવાબ માંગ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ વિવાદના કારણે જ સીકરીએ આ પ્રસ્તાવને સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દીધો છે.
જસ્ટિસ સીકરી તરફથી જાહેર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જોકે, ડિસેમ્બર 2018ના પહેલા સપ્તાહમાં જ આ ઓફર પર સહમિત માંગવામાં આવી હતી, બીજી તરફ ચીફ જસ્ટિસે ગત સપ્તાહે જ સીબીઈઆઈ મામલાની સમિતિમાં નોમિનેટ કર્યા હતા, તેના માટે સીબીઆઈનો આ મામલા સામે કોઈ સંબંધ નથી.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર