માત્ર રેલવે સ્ટેશનનું નામ બદલવાથી ટ્રેન સમય સર નહીં આવે: UPમા મંત્રી

રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યા પછીના થોડાક જ કલ્લાકોમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભારે ટોણો મારતા કહ્યું કે, રેલ્વે સ્ટેશનનું નામ બદલવાથી ટ્રેનો સમયસર આવવાની નથી”

 • Share this:
  ઉત્તર પ્રદેશમાં આવેલા મુગલ સરાઇ રેલ્વે સ્ટેશનનું નામ બદલીને ભારતીય જનતા પાર્ટીની સરકારે પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામ રાખ્યુ છે. આ રેલ્વે સ્ટેશનનું નામ બદલ્યા પછીના થોડાક જ કલ્લાકોમાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી ઓમ પ્રકાશ રાજભારે ટોણો મારતા કહ્યું કે, રેલ્વે સ્ટેશનનું નામ બદલવાથી ટ્રેનો સમયસર આવવાની નથી”.

  ઓમ પ્રકાશ રાજભાર ઝહુરબાદ વિસ્તારમાંથી ચૂંટાઇને આવે છે. તેમણે કહ્યું કે, સ્ટેશનોના નામ બદલવાથી ટ્રેનો સમયસર થઇ જતી નથી. સરકારે રેલ્વેના મેનેજમેન્ટને સુધારવા પ્રયત્નો કરવા જોઇએ”  રવિવારે ભાજપના પ્રમુખ અમિત શાહ અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ અને ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ નવા રેલ્વે સ્ટેશનનું ઉદ્ધાટન કર્યુ હતુ અને તેનુ જુનુ નામ બદલીને નવુ નામ આપ્યુ હતું.  આ સ્ટેશનને કેસરી રંગ કરવામાં આવ્યો છે અને ઉત્તર પ્રદેશનું આ સૌથી જુનુ અને સૌથી મોટુ રેલ્વે સ્ટેશન છે. મુગલસરાઇ તરીકે જાણીતા આ રેલ્વે સ્ટેશનનું નામ બદલવાનો પ્રસ્તાવ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગયા વર્ષે કર્યો હતો અને કેન્દ્ર સરકારે તેને મંજુર કર્યો હતો

  ભાજપના વિચારક પંડિત દિનદયાળ ઉપાધ્યાયના માનમાં આ રેલ્વે સ્ટેશનનું નામ બદલવામાં આવ્યુ છે.
  Published by:Bhoomi Koyani
  First published: