Home /News /national-international /VIDEO: સાથ નિભાના સાથીયાં: લગ્નના એક દિવસ પહેલા વરરાજાનો થયો અકસ્માત, દુલ્હને આ રીતે આપ્યો સાથ
VIDEO: સાથ નિભાના સાથીયાં: લગ્નના એક દિવસ પહેલા વરરાજાનો થયો અકસ્માત, દુલ્હને આ રીતે આપ્યો સાથ
dulhan viral video
વાયરલ વીડિયોમાં લગ્નમાં વર અને વધૂ એક બીજાને વરમાળા પહેરાવવા માટે ઊભા થાય છે. પણ બીજી જ ક્લિપમાં વર ખુરશી પર બેઠેલો જોઈ શકાય છે અને દુલ્હન ખુદ ઘુંટણીયે પડી જાય છે.
લગ્ન માટે વર-વધૂ ન જાણે કેટલાય સપના જોતા હોય છે, તેના માટે ફોટોશૂટથી લઈને વરમાળા અને બાદમાં હનીમૂન સુધીનો આખો પ્લાન તેઓ અગાઉથી તૈયાર કરીને રાખતા હોય છે, પણ ક્યારેય એવું થઈ જાય છે, જ્યારે આપના તમામ સપના ચકનાચૂર થઈ જાય છે, પણ ઘણી એવા કપલ પણ છે, તેમના માટે આ બધું થવા છતાં પણ તેમના પ્રેમમાં ક્યાંય કચાશ આવતી નથી. ચોક્કસપણે સાચો પ્રેમ તો એ જ હોય છે, જે મુશ્કેલ સમયમાં આપની સાથે ઊભો રહે. આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યાં વરરાજાને ઊભા રહેવામાં તકલીફ થતાં દુલ્હન ખુદ નીચે નમી જાય છે અને એક મેસેજ આપવા માગે છે કે, કોઈ પણ સ્થિતીમાં તે પોતાના સાથ આપશે.
ઈંસ્ટાગ્રામ tiyasonkar પર વરમાળાના સેટ પરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જ્યાં વરના પગમાં ફ્રેક્ચર થયું તો, દુલ્હન ખુદ ઘુંટણીયે પડીને પોતાના વરને વરમાળા પહેરાવે છે. વીડિયોમાં દુલ્હનનો આ પ્રેમ દિલ જીતી લે છે. તો લોકો પણ આ જોડીની સલામતી માટે દુઆઓ કરે છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 83,000 લાઈક્સ મળી ચુકી છે.
વાયરલ વીડિયોમાં લગ્નમાં વર અને વધૂ એક બીજાને વરમાળા પહેરાવવા માટે ઊભા થાય છે. પણ બીજી જ ક્લિપમાં વર ખુરશી પર બેઠેલો જોઈ શકાય છે અને દુલ્હન ખુદ ઘુંટણીયે પડી જાય છે. હકીકતમાં જોઈએ તો, લગ્નના એક દિવસ પહેલા વરરાજા એક દુર્ઘટનાનો શિકાર થયો હતો અને તેના પગમાં ફ્રેક્ચર થયું હતું. તેથી તે સારી રીતે ઊભો પણ રહી શકતો નહોતો. તેથી દુલ્હને પોતાના વરને વધારે તકલીફ ન આપવા માટે તેને બેસાડી દીધો અને ખુદ ઘુંટણીયે પડી ગયો અને વરમાળા પહેરાવી હતી. દુલ્હનનો આ અંદાજ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર