આજે એટલે 21 ડિસેમ્બર, ખગોળીય ઘટનાક્રમ માટે ખૂબ જ ખાસ દિવસ છે. આજે વર્ષનો સૌથી નાનો દિવસ હશે અને વર્ષની સૌથી લાંબી રાતની શરૂઆત પણ આજથી થશે. આની સાથે જ આ દિવસે અદ્ભૂત ખગોળીય ઘટના જોવા મળશે. આજે સૌરમંડળના બે મોટા ગ્રહ શનિ (Saturn)અને ગુરુ કે બૃહસ્પતિ (Jupiter) ખૂબ જ નજીક હશે. એસ્ટ્રોનૉટ્સ આ ખગોળીય ઘટનાને ગ્રેટ કન્જક્શન (Great Conjuction) કહે છે. આ ગ્રેટ કન્જક્શન માટે ગૂગલે (Google) પણ ખાસ ડૂડલ (Doodle) બનાવ્યું છે. આ એક એનિમેટેડ ગૂગલ ડૂડલ છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે બન્ને ગ્રહ એક-બીજા પાસે આવે છે.
બંને ગ્રહો વચ્ચેનું અંતર 0.1 ડીગ્રી હશે
સૂર્ય માળાના સૌથી મોટા બે ગ્રહો એકબીજાથી 65 કરોડ કિલોમીટર દૂર રહીને સૂર્યની પરિક્રમા કરે છે. આજે આ બંને ગ્રહો પૃથ્વી સાથે એકજ સમતલમાં હોવાથી ગુરૂનો ગ્રહ શનિના ગ્રહનું અધિક્રમણ કરશે. આ સમયે આ બંને ગ્રહો વચ્ચેનું અંતર 0.1 ડીગ્રી હશે. 794 વર્ષ પછી સૌરમંડળના બે ગ્રહો શનિ અને ગુરૂ એકબીજાની નજીક એ રીતે આવશે કે, આપણે આ નજારો સરળતાથી નિહાળી શકીશું.
'2020નું ક્રિસમસ સ્ટાર' કહેવામાં આવે છે
આ પહેલા આટલા નજીક વર્ષ 1228માં દેખાયા હતા. એટલે કે આ વખતે 800 વર્ષ પછી આટલા નજીક દેખાશે ગુરુ અને શનિ. આથી '2020નું ક્રિસમસ સ્ટાર' કહેવામાં આવે છે. જો કે, 1623માં આ ઘટના સૂર્યની ઉપસ્થિતિને કારણે દેખાઇ નથી. આ સિવાય ગેલીલિયો દ્વારા ટેલિસ્કોપની શોધના 14 વર્ષ પછી 1623માં આ બન્ને ગ્રહ ખૂબ જ નજીક હતા.
Skywatchers, you're in for a once-in-a-lifetime treat! Jupiter & Saturn are doing a planetary dance that will result in the Great Conjunction on Dec 21, just after sunset. Find out:
When and where to look up
How to photograph the conjunction
નાસા પ્રમાણે, બન્ને ગ્રહ એક ડિગ્રીના દસમા ભાગમાં દેખાશે અને આ પ્રકારની ઘટના આગામી 60 વર્ષોમાં ફરી નહીં બને. એટલે કે આવી ઘટના 2080માં ફરી જોવા મળશે. આજે થનારું ગ્રેટ કન્જક્શન એક લાઇફટાઇમ એક્સપીરિયન્સ હશે. આજે જેવું અંધારું શરૂ થસે આ ઘટના આકાશમાં દેખાવા માંડશે. નેશનલ પુરસ્કાર પ્રાપ્ત વિજ્ઞાન પ્રસારક ઘારૂ પ્રમાણે કહેવામાં આવ્યું કે ગ્રેટ કન્જક્શનની આ ઘટનાના સમયે ગુરુનું પૃથ્વીથી અંતર લગભગ 5.924 એસ્ટોનૉમિકલ યૂનિટ પર હશે. તો શનિનું અંતર 10.825 એસ્ટોનૉમિકલ યૂનિટ હશે.
પશ્ચિમ દિશામાં સૂર્યાસ્ત પછી આ બન્ને ગ્રહો નજીક જોવા મળી રહ્યા છે અને આજે એટલે સોમવારે તે મહત્તમ નજીક હશે. જાણે કે, બે વિશાળ મણકાંને એક તારમાં પરોવ્યા હોય તેવો નજારો દેખાશે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર