ન્યૂઝ 18 ગુજરાતી : પશ્ચિમ બંગાળમાં ડૉક્ટરોનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. વિવાદને જોતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોને અલ્ટીમેટમ આપ્યું હતું. હકીકતમાં બંગાળમાં તબીબો તેમની માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવી હડતાળ પર બેઠા છે. મમતાના અલ્ટીમેટમ બાદ સાગર દત્તા સરકારી હૉસ્પિટલના ત્રણ આસિસ્ટન્ટ પ્રોફેસરે અને ચાર ડૉક્ટરોએ રાજીનામા ધરી દીધા છે. શહેરમાં બુધવારથી જૂનિયર ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે જેના કારણ દર્દીઓના હાલ બેહાલ થયા છે.
મંગળવારે જૂનિયર ડૉક્ટરોની હડતાળ શરૂ થઈ હતી. એક દર્દીના ઇલાજ બાદ તેના મૃત્યુપર્યન્ત પરિજનોએ ડૉક્ટર સાથે મારામારી કરી હતી. ડૉક્ટર સાથે થયેલી મારપીટ બાદ અન્ય ડૉક્ટરોએ બુધવારથી સ્વાસ્થ્ય સેવા ઠપ કરી નાંખી હતી. જોકે, ઇમર્જન્સી વિભાગ ખુલ્લો હતો. ડૉક્ટરોની ઉપસ્થિતીમાં નહિવત્ત હોવાના કારણે દર્દીઓને મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો.
સરકારી હૉસ્પિટલના તબીબોની હડતાળમાં પ્રાઇવેટ ડૉકટરો પણ જોડાઈ ગયા હતા. એનઆરએસ મેડિકલ કૉલેજમાં હૉસ્પિટલના જૂનિયર ડૉક્ટર સાથે મારપીટ થઈ હતી જેના કારણે જૂનિયર ડૉક્ટરને ખૂબ જ ઇજા પહોંચી હતી. તબીબોને હડતાળ સમેટી લેવા માટે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દરમિયાનગીરી કરી હતી અને તબીબોને હડતાળ સમેટી લેવાનું અલ્ટીમેટમ આપ્યું હતું. જોકે, તબીબોએ મમતા સરકાર સામે બાયો ચડાવી છે અને હડતાળ યથાવત છે .
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર