‘મુજે દેખકર તાલે ભી મુસ્કુરાતે હૈ’, ડાયલોગ બોલીને લોકઅપથી ફરાર થયો જુગનૂ ચોર!

‘મુજે દેખકર તાલે ભી મુસ્કુરાતે હૈ’, ડાયલોગ બોલીને લોકઅપથી ફરાર થયો જુગનૂ ચોર!
ટાઇલેટનું બહાનું કાઢીને જુગનૂ ચોરે ફરી આપી હાથતાળી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

ટાઇલેટનું બહાનું કાઢીને જુગનૂ ચોરે ફરી આપી હાથતાળી, ત્રણ પોલીસકર્મી સસ્પેન્ડ

 • Share this:
  શ્યામ તિવારી, કાનપુરઃ કાનપુર પોલીસ (Kanpur Police) માટે માથાનો દુખાવો બની ગયેલા જુગનૂ ચોરની ખૂબ જ મહેનત બાદ સોમવાર સાંજે ચમનગંજ પોલીસે ધરપકડ કરી હતી. જુગનુ ચોરને કસ્ટડીમાં બંધ જ કરવામાં આવી રહ્યો હતો અને તેણે પોતાનો જૂનો ફરી બોલ્યો અને ટોઇલેટનું બહાનું કાઢીને લોકઅપથી ફરાર થઈ ગયો. ત્યારબાદ પોલીસ પોતે ઠગાઈ ગઈ હોવાનું અનુભવી રહી છે. ઘટનાબાદ બેદરકારી દાખવવા બદલ પાંચ પોલીસકર્મીઓ સામે કેસ નોંધીને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

  નોંધનીય છે કે, ચમનગંજ પોલીસ સ્ટેશનની હદમાં રહ તા જાવેદ ઉર્ફે જુગનૂ ખૂબ ચાલાક ચોર છે. જુગનૂ એટલો ચાલાક ચોર છે કે તે ક્ષણભરમાં જ હાથ સાફ કરી દે છે. જુગનૂ ચોર ફિલ્મી અંદાજમાં ચોરીની ઘટનાઓને અંજામ આપે છે. જુગનૂ ચોર પર શહેરના અનેક પોલીસ સ્ટેશનોમાં 37 કેસ નોંધાયા છે. જુગનૂ ચોર ફરી એકવાર પોલીસની આંખમાં ધૂળ નાખીને ભાગવામાં સફળ રહ્યો અને લૉકઅપથી ફરાર થઈ ગયો. આ બધાની વચ્ચે આશ્ચર્યની વાત એ છે કે પોલીસ જુગનૂને માત્ર ત્રણ કલાક જ લોકઅપમાં રાખી શકી.  આ પણ વાંચો, વિદેશી બજારોમાં આજે સોના-ચાંદી સસ્તા થયા, ભાવમાં 3%નો ઘટાડો, ભારતમાં થશે સસ્તું?

  આ પણ વાંચો, પર્યટકોને જોવા મળ્યા ભૂતિયા પડછાયા! કેમેરામાં કેદ થઈ સમગ્ર ઘટના

  સીઓ ત્રિપુરારી પાંડેય મુજબ, ચમનગંજ પોલીસ સ્ટેશનની હદમાં રહેતા જાવેદ ઉર્ફે જુગનૂ ખૂબ જ પંકાયેલો અપરાધી છે. તેની સામે લગભગ 37 કેસ નોંધાયા છે. તેઓએ જણાવ્યું કે જુગનૂ ટોઇલેટ જવાનું બહાનું કાઢીને ગયા અને ત્યાંથી ફરાર થઈ ગયો. તેની શોધખોળમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. સીઓએ જણાવ્યું કે જુગનૂ ચોર ફરાર થવાના સંદર્ભમાં પાંચ પોલીસકર્મીઓ અને આરોપી પર કલમ 221, 223, 224 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજી તરફ ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
  Published by:Mrunal Bhojak
  First published:September 22, 2020, 15:11 pm