સુપ્રીમ કોર્ટમાં શનિવારે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની વિરુદ્ધ યૌન ઉત્પીડનના એક મામલાની સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટમાં જૂનિયર સહાયક તરીકે કામ કરતી એક મહિલાએ ગોગોઈ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. સુનાવણી કરી રહેલી બેન્ચમાં ચીફ જસ્ટિસ ગોગોઈ સહિત જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્ના પણ સામેલ રહ્યા.
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ પોતાને નિર્દોષ ગણાવતાં કહ્યું કે ફરિયાદ કરનારી મહિલાનું અપરાધિક બેકગ્રાઉન્ડ રહ્યું છે. તેઓએ કહ્યું કે મહિલાની વિરુદ્ધ બે એફઆઈઆર નોંધાઈ છે અને કોર્ટ પ્રશાસને મહિલાની સત્યતાને લઈને દિલ્હી પોલીસની પાસે ફરિયાદ પણ મોકલી હતી.
ન્યાયતંત્ર ગંભીર ખતરામાં છે
મામલામાં બેન્ચે હાલ કોઈ આદેશ આપ્યો નથી પરંતુ જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે તેમની ઉપર લગાવવામાં આવેલા આરોપોની તપાસ બીજા સિનિયર વકીલ કરશે. તેઓએ કહ્યું કે, ન્યાયતંત્ર ગંભીર ખતરામાં છે. સારા લોકો જજ નથી બનવા માંગતા જો આવી જ રીતે તેમને નિશાન બનાવવામાં આવશે. મારા માટે મારી ઈજ્જતથી વધારી કંઈ નથી. મને સૌથી ઊંચા હોદ્દા પર બેસીને આ વાત કહેવા માટે બેન્ચની રચના કરવી પડી.
જસ્ટિસ ગોગોઈએ આગળ કહ્યું કે તેઓ માને છે કે તેની પાછળ કોઈ મોટી તાકાત છે. તેઓએ કહ્યું કે, તેઓ સીજેઆઈ ઓફિને નિષ્ક્રિય કરવા માંગે છે.
જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે, મેં આજે કોર્ટમાં બેસવાનું આ અસામાન્ય અને અસાધારણ પગલું ઉઠાવ્યું કારણ કે ચીજો હાથમાંથી છટકી ગઈ છે. ન્યાયતંત્રીને બલિનો બકરો ન બનાવી શકાય. હું આ ખુરશી પર બેસીને કોઈ ડર વિનના ન્યાયિક કાર્યોનું નિર્વહન કરીશ.
જસ્ટિસ ગોગોઈએ કહ્યું કે જજ તરીકે 20 વર્ષની નિસ્વાર્થ સેવા બાદ તેમના ખાતામાં માત્ર 6.8 લાખ રૂપિયા છે. તેઓએ કહ્યું કે તેમના પટાવાળા પાસે પણ તેમનાથી વધુ સંપત્તિ અને પૈસા છે.
બેન્ચમાં સામેલ બે અન્ય જજ, જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ સંજીવ ખન્નાએ પણ કહ્યું કે જો જજો પર હુમલા થતા રહ્યા તો કોર્ટ પોતાનું કામ નહીં કરી શકે.
જસ્ટિસ મિશ્રાએ કહ્યું કે અમે તમામ ન્યાયતંત્રની સ્વતંત્રતાને લઈને ચિંતિત છીએ કારણ કે લોકોનો ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ છે. આ પ્રકારના ભદ્દા આરોપોથી લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ ડગી જશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર