Home /News /national-international /

Crime News: જજની પત્નીએ ભાઇના ઘરે જઇને કરી આત્મહત્યા! લાશ પાસે મળી 3 સુસાઇડ નોટ

Crime News: જજની પત્નીએ ભાઇના ઘરે જઇને કરી આત્મહત્યા! લાશ પાસે મળી 3 સુસાઇડ નોટ

દિલ્હીમાં આત્મહત્યાનો (Suicide)મામલો સામે આવ્યો છે (પ્રતિકાત્મક તસવીર)

Suicide News : હાલ આત્મહત્યાના કારણ વિશે ખુલાસો થયો નથી. આ વિશે તપાસ ચાલી રહી છે

    નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં (Delhi)આત્મહત્યાનો (Suicide)મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં એક એડિશનલ સેશન્સ જજની (Judge)પત્નીની લાશ તેના ભાઈના ઘરે લટકતી હાલતમાં મળી આવી છે. બતાવવામાં આવી રહ્યું છે કે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજના પત્નીએ કથિત આત્મહત્યા કરી છે. લાશ પાસે ત્રણ સુસાઇડ નોટ પણ મળી આવી છે. હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

    સમાચાર એજન્સી એએનઆઈના મતે ગત રાત્રે પોલીસ સ્ટેશન સાકેતમાં એક અતિરિક્ત સત્ર ન્યાયધીશની પત્નીના ગુમ થવાનો રિપોર્ટ નોંધવામાં આવ્યો હતો. તપાસ પછી ખબર પડી કે 42 વર્ષીય મહિલાની લાશ રાજપુર ખુર્દમાં તેના ભાઈના ઘરે લટકેલી હાલતમાં મળી હતી. લાશ પાસે 3 સુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસે કહ્યું કે આગળની તપાસ ચાલી રહી છે.

    મીડિયા રિપોર્ટ પ્રમાણે સાકેત કોર્ટના એડિશનલ સેશન્સ જજની પત્નીએ કથિત રીતે પોતાના ભાઈના ઘરે પંખાથી લટકીને આત્મહત્યા કરી છે. જજે 28 મે ના રોજ પત્નીના ગુમ થવાની ફરિયાદ પોલીસને આપી હતી અને ફરિયાદ નોંધાવી હતી. હાલ આત્મહત્યાના કારણ વિશે ખુલાસો થયો નથી. આ વિશે તપાસ ચાલી રહી છે.

    આ પણ વાંચો - દલિત યુવકનું અપહરણ કરી 31 કલાક પશુઓના વાડામાં સાંકળ વડે બાંધી રખાયો, લોખંડની પાઇપ વડે માર માર્યો

    3 સગી બહેનો અને બે બાળકો સહિત 5ની કૂવામાંથી મળી લાશ

    જયપુર જિલ્લાના દડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુવામાંથી 5 મૃતદેહ (5 bodies were found in a well) મળી આવતા વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. 3 મહિલાઓ અને 2 બાળકોના આ મૃતદેહોને ગ્રામજનોએ તરત જ ઓળખી કાઢ્યા હતા. આ ત્રણ સગી બહેનો અને તેમના બે બાળકોના મૃતદેહ હતા, જેઓ બે દિવસ પહેલા ગામમાંથી ગુમ થયા હતા. કૂવામાંથી પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જનપ્રતિનિધિઓ પણ ત્યાં આવી ગયા હતા. આખું ગામ કૂવા પાસે ભેગું થયું.

    આ ઘટના બાદ આખા ગામમાં એવી ચર્ચા ચાલી હતી કે, ત્રણેય બહેનોએ બાળકોની હત્યા કરીને આત્મહત્યા કેમ કરી? પ્રાથમિક તપાસના આધારે હાલમાં તેને આત્મહત્યા માનવામાં આવી રહી છે, પરંતુ પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Crime news, Delhi News

    આગામી સમાચાર