Home /News /national-international /જજ સાહેબ! જેમ તેમ કરીને 5 હજાર લાવ્યો છું, કોર્ટમાં વૃદ્ધની હાલત જોઈ જજને દયા આવી ગઈ

જજ સાહેબ! જેમ તેમ કરીને 5 હજાર લાવ્યો છું, કોર્ટમાં વૃદ્ધની હાલત જોઈ જજને દયા આવી ગઈ

વૃદ્ધની દયનિય હાલત જોઈ જજને દયા આવી

વૃદ્ધ લોક અદાલતમાં લોનનું સેટલમેટ કરવા આવ્યા હતા, બેન્કે લોનના 18 હજાર 600 રૂપિયા ભરવા માટે કહ્યું, તો વૃદ્ધે કહ્યું કે, દીકરીના લગ્ન કર્યા અને તેમાં ને તેમા દેવામા ડૂબી ગયો, જેમ તેમ કરીને પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને લાવ્યો છું.

વધુ જુઓ ...
    જહાનાબાદ: બિહારના જહાનાબાદની કોર્ટમાં પરિસરમાં આયોજીત એક લોક અદાલતમાં શનિવારે જિલ્લા જજ રાકેશ કુમાર સિંહની દરિયાદિલી જોવા મળી હતી. કોર્ટમાં આવેલા આદમપુરના વૃદ્ધ રાજેન્દ્ર તિવારીએ 18 વર્ષ પહેલા લોન લીધી હતી, પણ લોન ચુકવી શક્યા નહોતા. બેન્ક દ્વારા વારંવાર તેમને નોટિસ આપવામા આવતી હતી. આ વખતે નોટિસ આપીને લોક અદાલતમાં હાજર રહેવાના નિર્દેશ આપ્યા હતાં.

    આ પણ વાંચો: આવી રીતે આ છોકરી બની ગઇ જજ!

    દીકરીના લગ્ન કરીને દેવામાં ડૂબ્યા


    વૃદ્ધ લોક અદાલતમાં લોનનું સેટલમેટ કરવા આવ્યા હતા, બેન્કે લોનના 18 હજાર 600 રૂપિયા ભરવા માટે કહ્યું, તો વૃદ્ધે કહ્યું કે, દીકરીના લગ્ન કર્યા અને તેમાં ને તેમા દેવામા ડૂબી ગયો, જેમ તેમ કરીને પાંચ હજાર રૂપિયાની વ્યવસ્થા કરીને લાવ્યો છું. આ લઈને મને લોનમાંથી મુક્તિ આપી દો. આવું કહીને વૃદ્ધ પોક મુકીને રડી પડ્યા.


    વૃદ્ધની વ્યથા સાંભળી જજને દયા આવી


    વૃદ્ધની આવી કરુણ સ્થિતિ જોઈ જજ રાકેશ કુમારને દયા આવી. તેમણે બેન્ક અધિકારીઓને કહ્યું કે, આ વૃદ્ધની લોન હું ચુકવી દઈશ. તેમણે દશ હજાર આપીને રાજેન્દ્ર તિવારીની લોન ચુકવી દીધી. બાકીના 3 હજાર છસો રૂપિયા તેમના જ ગામના એક માણસે આપ્યા, જિલ્લા જજ રાકેશ કુમારની આવી દરિયાદિલી જોઈ લોકો વખાણ કરવા લાગ્યા હતા.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Bihar News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन