Home /News /national-international /

જસ્ટિસ ચેલમેશ્વર બોલ્યા- પોતાની વિરુદ્ધ કેસમાં કોઈ પોતે જ જજ કેવી રીતે હોઈ શકે?

જસ્ટિસ ચેલમેશ્વર બોલ્યા- પોતાની વિરુદ્ધ કેસમાં કોઈ પોતે જ જજ કેવી રીતે હોઈ શકે?

  ઉત્કર્ષ આનંદ

  ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગના પ્રસ્તાવની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ચેલમેશ્વરે કહ્યું કે પોતાની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા કેસમાં કોઈ વ્યક્તિ ખુદ જજ ન હોઈ શકે તે કાયદો હાલ થોડા મહિનાઓથી બદલાઈ ગયો છે.

  નોંધનીય છે કે મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની અરજી ઉપ-રાષ્ટ્રપતિએ ફગાવી દેતા કોંગ્રેસે સોમવારે આ અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરની કોર્ટમાં કોંગ્રેસે આ અરજી દાખલ કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વરે અરજીકર્તાને કહ્યું હતું કે આ અરજીની સુનાવણી કરવામાં આવશે કે નહીં તેનો નિર્ણય મંગળવારે સવારે કરવામાં આવશે. ચીફ જસ્ટિસ સામે તેમની નારાજગી સ્પષ્ટ છે ત્યારે આ કેસની સુનાવણી મહત્વની સાબિત થવાની હતી. જોકે, મંગળવારે સાંજે ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ તેમની વિરુદ્ધ કોંગ્રેસે કરેલી અરજીને સુપ્રીમ કોર્ટના પાંચ જજનો બંધારણીય બેંચને સોંપી દીધી હતી.

  સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ વિરુદ્ધ મહાભિયોગની અરજી દાખલ કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા તેમજ વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે, 'જ્યારે અરજી ખુદ માસ્ટર ઓફ રોસ્ટર વિરુદ્ધ હોય ત્યારે તેઓ એ નક્કી નથી કરી શકતા કે આ અરજીની સુનાવણી કોણ અને કેવી રીતે કરશે. આ દેશનો કાયદો છે કે કોઈ પણ પોતાની જ ભૂલનો જજ ન હોઈ શકે.'

  આ અંગે જસ્ટિસ ચેલમેશ્વરે કપિલ સિબ્બલને જવાબ આપતા કહ્યું હતું કે, 'તમે જે કાયદાની વાત કરી રહ્યા છો તેમાં હાલના સમયમાં ઘણો બદલાઈ ગયો છે.'

  નોંધનીય છે કે તાજેતરમાં કોંગ્રેસ સહિત સાત રાજકીય પાર્ટી ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ રાજ્સભામાં મહાભિયોગ પ્રસ્તાવ લાવી હતી, આ પ્રસ્તાવને ઉપ-રાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ફગાવી દીધો હતો. બાદમાં કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ ચીફ જસ્ટિસ સામે મહાભિયોગની મંજૂરી માટે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ચેલમેશ્વર પાસે પહોંચ્યા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Deepak Mishra, Impeachment, Judge, Justice chelameswar, Kapil Sibal, કોંગ્રેસ

  આગામી સમાચાર