કબ્રસ્તાનમાં લાસો સાથે ચોરે કર્યું સેક્સ, મળી 6 વર્ષની સજા

પ્રતિકાત્મક તસવીર

આરોપીએ ત્રણ લાસ સાથે છેડછાડ કરી હતી, અને કોફિનમાં રાખેલા 9 શબ સાથે આવું કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યો હતો.

 • Share this:
  બ્રિટનમાં એક ચોર કબ્રસ્તાનમાં દફન લાસો સાથે સંબંધ બનાવતો હતો, જેના કારણે તેને 6 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. બર્મિંધમની એક કોર્ટમાં ચોરને સજા સંભળાવતા સમયે જજે કહ્યું કે, આવો અપરાધ માનવીય સંવેદનાઓના વિરુદ્ધમાં છે.

  તમને જણાવી દઈએ કે, આ મામલો ગત વર્ષ 11 નવેમ્બરનો છે. 23 વર્ષીય આરોપી કાસિમ ખુરાના અસ્ટોન હોસ્ટેલમાં રહેતો હતો, જ્યાં કબ્રસ્તાન ખુબ નજક હતું. આ ઘટના ગ્રેટ બાર સ્થિત સેન્ટ્રલ ઈંગ્લેન્ડ કોઓપરેટિવની હતી.

  જાણકારી અનુસાર, આરોપીએ જે મૃતકોના શબ સાથે સંબંધ બનાવ્યો હતો, તેના પરિવારજનોએ આની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ડીએનએ ટેસ્ટના આદાર પર આરોપીની ખબર પડી. ત્યારબાદ આરોપીને શુક્રવારે 6 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

  કોર્ટે સજા સંભળાવતા સમયે આરોપીને કહ્યું કે, તે આવું કેમ કર્યું, શું કર્યું તેનો જવાબ તારી પાસે જ છે, પરંતુ આવો અપરાધ માનવીય સંવેદનાઓ વિરુદ્ધ છે. જજે કહ્યું કે, આરોપીએ ત્રણ લાસ સાથે છેડછાડ કરી હતી, અને કોફિનમાં રાખેલા 9 શબ સાથે આવું કૃત્ય કરવાની તૈયારી કરી રહ્યો હતો.
  Published by:kiran mehta
  First published: