મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ અને જમાત-ઉદ-દાવાનો પ્રમુખ હાફીસ સઈદને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની પ્રતિબંધ તપાસ ટીમની પાકિસ્તાન મુલાકાત પહેલા જ તેને પોતાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે. આવામાં તેણે લાહોરના ઉચ્ચ ન્યાયાલયનો દરવાજો ખખડાવ્યો છે. ધરપકડથી બચવા માટે અરજી દાખલ કરતા હાફીસે કહ્યું કે, સરકાર ભારત અને અમેરિકાના કહેવા પર તેની ધરપકડ કરવા માગે છે. હાફીસનું કહેવું થે કે પાકિસ્તાન સરકાર,ભારત અને અમેરિકાના દબાણમાં તેની ધરકપડ કરવા માંગે છે.
યુએનએસસીની 1267 પ્રસ્તાવ કમિટીની તપાસ સમિતિ આ સપ્તાહમાં ઈસ્લામાબાદની મુલાકાત કરશે. સમિતિ આ વાતની તપાસ કરશે કે પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધ સંબંધી આદેશોનું પાલન કરી રહી છે કે નહિ. બે દિવસીય મુલાકાત ગુરુવારથી જ શરૂ થવાની છે.
જો કે મીડિયામાં આવેલા સમાચારમા સામે આવ્યું કે, પાકિસ્તાન યુએનની ટીમને હાફીસ સઈદ કે તેની સંસ્થાઓ સુધી સીધા જ પહોંચવાની પરમિશન નહિ આપે. સંભવિત ધરપકડની આશંકામાં સીધા જ ઘેરાયેલા સઈદે પોતાના વકીલ એ.કે.ડોગર દ્વારા દાખલ કરેલી અરજીમાં અદાલતથી સરકારને તેને ધરપકડ ન કરવાનો નિર્દેશ આપવાની માંગ કરી છે. હાફીસે અદાલતને આ નિર્દેશ આપવાની માંગ કરી છે કે તેના સંગઠનો પર કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર