Home /News /national-international /

Afghanistan Latest News: કાબુલથી દિલ્હી પહોંચ્યા 87 ભારતીય, પ્લેનમાં જ લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા

Afghanistan Latest News: કાબુલથી દિલ્હી પહોંચ્યા 87 ભારતીય, પ્લેનમાં જ લગાવ્યા ‘ભારત માતા કી જય’ના નારા

ભારત સરકારે પણ અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકોને એરલિફ્ટ કરવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે. (તસવીર- ANI/Twitter)

Afghanistan Crisis: કાબુલથી બે ફ્લાઇટમાં દિલ્હી પહોંચ્યા ભારતીય, 300થી વધુ ભારતીયોની આજે થશે વાપસી

  કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan Crisis)માં ફસાયેલા 87 ભારતીયો (Indian Airlift from Kabul)ને લઈને બે પ્લેન રવિવાર સવારે દિલ્હી પહોંચી ગયા છે. તે પૈકી એક પ્લેન કતરથી દોહા, જ્યારે બીજું તાજિકિસ્તાનથી રાજધાની દુસાંબેથી ભારત પહોંચ્યું છે. અફઘાનિસ્તાનથી ઘરે વાપસી કરી રહેલા ભારતીયો (Indians in Afghanistan)એ પ્લેનમાં જ ભારત માતા કી જય (Bharat Mata Ki Jai)ના નારા લગાવ્યા.

  આ વાતની જાણકારી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ રવિવારે ટ્વીટરના માધ્યમથી આપી છે. સાથોસાથ તેમણે એવું પણ જણાવ્યું કે પ્લેનમાં નેપાળના બે નાગરિક પણ સવાર છે. મંત્રાલયે જણાવ્યું કે અન્ય ભારતીયોની પણ પ્રક્રિયા ચાલુ છે. આજ રાત સુધીમાં 300 અન્ય ભારતીયોની પણ સુરક્ષિત વતન વાપસી થઈ જશે.  અફઘાનિસ્તાનમાં ભારતીય સમુદાયની સંખ્યા ઘણી વધારે છે, એવામાં ભારત સરકારે પણ નાગરિકોને બહાર કાઢવાની પ્રક્રિયા તેજ કરી દીધી છે.

  આ પણ જુઓ, Taliban Terror Photos: એક સપ્તાહના તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની જિંદગી થઈ બરબાદ

  ભારતીય વાયુસેના (Indian Air Force) પહેલા જ પોતાના રાજદૂત સહિત 180 નાગરિકોને ભારત લાવી ચૂકી છે. હાલમાં કુલ 25 ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ગત મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીની બેઠક યોજી હતી અને તમામ સંબંધિત અધિકારીઓને અફઘાનિસ્તાનથી આવનારા ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવાના નિર્દેશ આપ્યા હતા. અહેવાલ છે કે રવિવાર સવારે અફઘાનિસ્તાનથી 500 ભારતીય અલગ-અલગ સ્થળે અને ઉડાનોથી પોતાના દેશ પરત ફરી રહ્યા છે.

  આ પણ વાંચો, Explained: 20 વર્ષ પહેલા અમેરિકાના હાથે Afghanistanની સત્તા ગુમાવનાર Taliban ફરી કેવી રીતે થયું પાવરુફલ?

  કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો આ છે માસ્ટર પ્લાન
  અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એએનઆઈએ જણાવ્યું હતું કે ભારતને અફગાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવા માટે કાબુલથી પ્રતિદિવસ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના (Afghanistan Crisis) કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Indian, Indian Air Force, અફઘાનિસ્તાન, કાબુલ, તાલિબાન, દિલ્હી, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन