Home /News /national-international /પંજાબમાં દશેરા પર PM મોદીના પૂતળાં સળગાવતાં નડ્ડા ભડક્યા, કહ્યું- રાહુલ ગાંધી નિર્દેશિત ડ્રામા!

પંજાબમાં દશેરા પર PM મોદીના પૂતળાં સળગાવતાં નડ્ડા ભડક્યા, કહ્યું- રાહુલ ગાંધી નિર્દેશિત ડ્રામા!

નહેરુ-ગાંધી પરિવારે ક્યારે પણ વડાપ્રધાન પદનો આદર નથી કર્યો, UPA શાસનમાં PM પદને નબળું કર્યું – બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા

નહેરુ-ગાંધી પરિવારે ક્યારે પણ વડાપ્રધાન પદનો આદર નથી કર્યો, UPA શાસનમાં PM પદને નબળું કર્યું – બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા

    નવી દિલ્હીઃ પંજાબ (Punjab)માં વિજયદશમી (Dussehra 2020)ના અવસરે રાવણના પૂતળામાં પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માસ્ક સળગાવવા પર રાજકીય ઘમાસાણ શરૂ થઈ ગયું છે. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (BJP President JD Nadda)એ કહ્યું છે કે પંજાબમાં આ ડ્રામા રાહુલ ગાંધી (Rahul Gandhi)ના ઈશારે થયો છે. નડ્ડાએ કહ્યું કે આ ઘટના શરમજનક તો છે પરંતુ અનપેક્ષિત નથી.

    જેપી નડ્ડાએ કહ્યું કે, નહેરુ-ગાંધી પરિવારે ક્યારે પણ વડાપ્રધાન પદનો આદર નથી કર્યો. 2004-2014ની વચ્ચે પણ આવું જ જોવા મળ્યું હતું જ્યારે યૂપીએના શાસનકાળમાં પીએમ પદને સંસ્થાગત રીતે નબળું પાડી દેવામાં આવ્યું હતું.

    બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, એક પરીવારની એક એવી વ્યક્તિ પ્રત્યે નફરત ફેલાવે છે જે ગરીબીમાં જન્મ્યો છે અને વડાપ્રધાન બની ઈતિહાસ રચ્યો છે અને એટલું જ ઐતિસાહિક ભારતના લોકોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે પ્રેમ છે. જેટલું કૉંગ્રેસ જુઠું બોલે છે, એટલી જ તેમની નફરત વધે છે. એટલા જ પ્રમાણમાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કરશે.

    આ પણ વાંચો, NSA અજિત ડોભાલે કહ્યું- બીજાની ઈચ્છા મુજબ નહીં, ખતરો જોઈને યુદ્ધ લડીશું

    બીજી તરફ રાહુલ ગાંધીએ આ ઘટના પર કહ્યું છે કે સમગ્ર પંજાબમાં વડાપ્રધાન મોદીના પૂતળું સળગાવવામાં આવ્યા. રાહુલે કહ્યું કે આ દુખદ છે કે પંજાબમાં વડાપ્રધાન પ્રત્યે લોકોમાં ગુસ્સો આ સ્તર સુધી પહોંચી ગયો છે. વડાપ્રધાન મોદીને આ લોકો સાથે વાત કરવી જોઈએ.

    નોંધનીય છે કે, રવિવારે પંજાબમાં કેટલાક લોકોએ રાવણના પૂતળામાં પીએમ નરેન્ર્સ મોદીના માસ્ક લગાવીને આ પૂતળાઓને આગને હવાલે કરી દીધા. તેની પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ ભડકતાં કહ્યું કે પંજાબમાં પીએમ મોદીના પૂતળા સળગાવવા શરમજનક ડ્રામા રાહુલ ગાંધીના દ્વારા નિર્દેશિત છે, પરંતુ તેમની પાસેથી આવી અપેક્ષા નહોતી.

    આ પણ વાંચો, ઓનર કિલિંગ! 32 વર્ષના જમાઈની સાસરિયાએ કરી હત્યા, પત્ની, સાસુ-સસરા સહિત 11 સામે કેસ

    ઉલ્લેખનીય છે કે, પંજાબમાં નવા કૃષિ કાયદાની વિરુદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન થઈ રહ્યા છે. આ કડીમાં રવિવારે પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂતળાનું દહન કરવામાં આવ્યું. પંજાબની કેપ્ટન અમરિંદર સિંહ સરકારે કેન્દ્રના કૃષિ કાયદાને અસરહન કરવા માટે રાજ્યની વિધાનસભામાં ચાર બિલ પાસ કર્યા છે.
    First published: