Home /News /national-international /Himachal Pradesh Election 2022: હમ જો કહેતે હૈં વો તો કરતે હૈ, લેકીન જો નહીં કહેતે વો ભી કરતે હૈં : અક્ષયની સ્ટાઈલમાં બોલ્યા જેપી નડ્ડા

Himachal Pradesh Election 2022: હમ જો કહેતે હૈં વો તો કરતે હૈ, લેકીન જો નહીં કહેતે વો ભી કરતે હૈં : અક્ષયની સ્ટાઈલમાં બોલ્યા જેપી નડ્ડા

jp nadda (ani photo)

હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે.

    શિમલા: હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે. ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વચન આપ્યું છે કે રાજ્યમાં સરકાર બનવા યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરશે. તેના માટે કમિટિ પણ બનશે અને તેની ભલામણના આધાર પર નિર્ણય લેવાશે.

    આ પણ વાંચો: હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022: ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, 8 લાખ નોકરી અને વર્ષે 3 સિલેન્ડર ફ્રી મળશે

    હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે ભારતીય જનતા પાર્ટીએ પોતના સંકલ્પ પત્ર જાહેર કર્યું છે. તેને લઈને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શિમલામાં હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, " હમ જો કહેતે હૈં વો તો કરતે હૈ, લેકીન જો નહીં કહેતે વો ભી કરતે હૈં."  વિકાસના એક નવા માપદંડો અમે સ્થાપિત કર્યા છે. મજબૂત ઈરાદા સાથે હિમાચલની જનતાની સેવા કરવામાં આવી છે. મેનિફેસ્ટો લોન્ચિંગ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી જયરામ ઠાકુર, પ્રદેશ પાર્ટી અધ્યક્ષ સુરેશ કશ્યપ, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સહિત અન્ય નેતા હાજર હતાં.



    ભાજપે પોતાના સંકલ્પ પત્રમાં વચનો આપ્યા છે કે, રાજ્યમાં તેમની સરકાર બનશે તો યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવામાં આવશે. આ ઉપરાંત કમિટી પણ બનાવશે અને તેની ભલામણના આધાર પર નિર્ણય લેવાશે. આ ઉપરાંત તબક્કાવાર રીતે 8 લાખ નોકરીઓ, 5 નવી મેડિકલ કોલેજ બનાવાની વાત કરી છે. આ ઉપરાંત ભાજપે સંકલ્પ પત્રમાં કહ્યું કે, મુખ્યમંત્રી યોજના અંતર્ગત પીએમ કિસાન સન્માન નિધાનમાં 3000 હજાર રૂપિયા વાર્ષિક જોડવામાં આવશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Himachal Pradesh Election 2022, JP Nadda

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन