Home /News /national-international /Exclusive: ગત ચૂંટણી કરતા ભાજપ આ વખતે વધારે સીટ જીતશે, સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવીશું: જેપી નડ્ડા

Exclusive: ગત ચૂંટણી કરતા ભાજપ આ વખતે વધારે સીટ જીતશે, સૌરાષ્ટ્રમાં ધમાલ મચાવીશું: જેપી નડ્ડા

જેપી નડ્ડા સાથે ખાસ વાતચીત

ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ ભરપૂર પ્રચાર કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવા આવ્યા છે.

    રાજકોટ: ગુજરાતમાં ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ ભરપૂર પ્રચાર કરી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરવા આવ્યા છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં તેમણે આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ખાલી પ્રચારમાં વ્યસ્ત છે. હિમાચલ અને ગોવામાંથી નિરાશ થઈને આવેલા અહીં ગુજરાતને જીતવા આવ્યા છે. દિલ્હીની વાતોથી ગુજરાતને શું લેવાદેવા, તેમની આ રણનીતિને ધ્વસ્ત કરવાનું અમારુ કામ છે.

    વધુમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસની વાત છે, તો ઠીક  છે કે તે જૂની પાર્ટી છે, અને તેમનું કેડર પણ છે,  જો કે હવે દિવસેને દિવસે કોંગ્રેસ પણ નબળી થતી જાય છે. આ ઉપરાંત ટિકિટની વહેંચણીને લઈને નારાજગી પર જેપી નડ્ડાએ જણાવ્યુ હતું કે, આજે સૌ કોઈ ભાજપની ટિકિટમાંથી ચૂંટણી લડવા માગે છે, કોઈ નારાજ નથી અને જો એવું થાય તો તેનો અર્થ એ નથી કે, તેમનો સંબંધ અમારી સાથે નથી. મનાવી લઈને સૌની સાથે કામ કરવાનું એ અમારુ કામ છે.
    " isDesktop="true" id="1286531" >


    જેપી નડ્ડાએ વધુમાં કહ્યું હતું કે, આ વખતે ફરી એક વાર ગુજરાતમાં ભાજપની જ સરકાર બનશે અને સૌરાષ્ટ્રમાં ગત વખતની ચૂંટણી કરતા આ વખતે ભાજપ શાનદાર પ્રદર્શન કરશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Gujarat Elections, JP Nadda

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन