USમાં કોરોના મેનેજમેન્ટના કારણે ટ્રમ્પ હાર્યા, PM મોદીએ લીધા સાહસિક નિર્ણયો : જેપી નડ્ડા

USમાં કોરોના મેનેજમેન્ટના કારણે ટ્રમ્પ હાર્યા, PM મોદીએ લીધા સાહસિક નિર્ણયો : જેપી નડ્ડા
USમાં કોરોના મેનેજમેન્ટના કારણે ટ્રમ્પ હાર્યા, PM મોદીએ લીધા સાહસિક નિર્ણયો : જેપી નડ્ડા

ઉત્તરાખંડ પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)ઘણી પ્રશંસા કરી

  • Share this:
    દેહરાદૂન : ઉત્તરાખંડ પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની (PM Narendra Modi)ઘણી પ્રશંસા કરી છે. તેમણે અમેરિકા અને ભારતની કોરોના વાયરસની (CoronaVirus)સ્થિતિની સરખામણી કરી હતી. નડ્ડાએ દાવો કર્યો છે કે કોરોનાના મુદ્દે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)આ વખતે ચૂંટણી હારી ગયા છે. આ સિવાય તેમણે દેશમાં લોકડાઉનના (Lockdown) નિર્ણય ઉપર પણ ચર્ચા કરી હતી.

    કોરોનાના કારણે ટ્રમ્પે ગુમાવી સત્તા



    રવિવારે ઉત્તરાખંડમાં બીજેપી કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી રહેલા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અમેરિકામાં કોરોના વાયરસના મેનેજમેન્ટ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે અમેરિકાની ચૂંટણી પણ કોરોનાની યોગ્ય રીતે અને અયોગ્ય રીતે સંભાળ રાખવાના મુદ્દા પર થઈ ગઈ. ટ્રમ્પે સત્તા ગુમાવવી પડી. રાષ્ટ્રપતિનું પદ ગુમાવવું પડ્યું. તેમણે મહામારી દરમિયાન નક્કી કરેલી અમેરિકાની નીતિયો ઉપર પણ સવાલ ઉઠાવ્યા હતા.

    આ પણ વાંચો - UNની સ્ટડીમાં ખુલાસો- Corona મહામારીથી એક અબજ લોકો ભયંકર ગરીબીમાં જઈ શકે છે

    નડ્ડાએ કહ્યું કે આજે પણ અમેરિકા જાણતું નથી કે જાન જરૂરી છે કે જહાન. આજે પણ તે નિર્ણય કરી શકતા નથી કે સ્વાસ્થ્યનો મુદ્દો છે કે અર્થવ્યવસ્થાનો મુદ્દો છે. અમેરિકા સાથે સરખામણી કરતા તેમણે પીએમ મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આપણા મોદી જી એ 130 કરોડ લોકોના દેશમાં સૌથી આગળ ઉભા રહીને લીડ કર્યા હતા અને સમય પર બુલંદ ઇરાદા સાથે બુલંદ નિર્ણય કર્યા હતા. લોકડાઉન લગાવીને બોલ્ડ નિર્ણય લીધો અને 130 કરોડના દેશને બચાવી લીધો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી એ કહ્યું કે જાન હૈ તા જહાન છે. જેથી લોકડાઉન લગાવ્યું. ખાસ વાત એ છે કે કોરોના વાયરસની ચેઈન તોડવા માટે સરકારે માર્ચના અંતમાં લોકડાઉન લગાવ્યું હતું.

    અમેરિકા સૌથી વધારે પ્રભાવિત

    અમેરિકા કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. અહીં અત્યાર સુધી 1 કરોડ 49 લાખ 83 હજાર કેસ આવી ચૂક્યા છે. 2 લાખ 87 હજાર 825 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યો છે. આ આંકડા વર્લ્ડોમીટરથી લેવામાં આવ્યા છે.
    Published by:Ashish Goyal
    First published:December 06, 2020, 22:40 pm

    ટૉપ ન્યૂઝ