Home /News /national-international /

ભાજપાએ પરિવર્તન રેલીથી બંગાળમાં ભર્યો હુંકાર, જેપી નડ્ડાએ મમતા સરકાર પર કર્યો પ્રહાર

ભાજપાએ પરિવર્તન રેલીથી બંગાળમાં ભર્યો હુંકાર, જેપી નડ્ડાએ મમતા સરકાર પર કર્યો પ્રહાર

ભાજપાએ પરિવર્તન રેલીથી બંગાળમાં ભર્યો હુંકાર, જેપી નડ્ડાએ મમતા સરકાર પર કર્યો પ્રહાર

જેપી નડ્ડાએ મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું- બંગાળમાં ટોલાબાજી, તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના દિવસો પૂરા થઈ ગયા છે. બંગાળની જનતા ફરી એક વખત સોનાર બાંગ્લા બનાવવા માટે તત્પર છે

    માલદા : પશ્ચિમ બંગાળમાં (West Bengal)આગામી વિધાનસભા ચૂંટણી (Assembly Election)પહેલા ભારતીય જનતા પાર્ટીના (BJP)રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)શનિવારે બંગાળના પ્રવાસે છે. જેપી નડ્ડાએ મમતા બેનરજી પર પ્રહાર કરતા કહ્યું કે બંગાળમાં ટોલાબાજી, તૃષ્ટિકરણ, ભ્રષ્ટાચાર અને તાનાશાહીના દિવસો પૂરા થઈ ગયા છે. બંગાળની જનતા ફરી એક વખત સોનાર બાંગ્લા બનાવવા માટે તત્પર છે.

    જેપી નડ્ડાએ માલદામાં એક જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજીની સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે પશ્ચિમ બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજનાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે. હવે ચૂંટણી આવી છે તો મમતા બેનરજી કહી રહી છે કે અમે પશ્ચિમ બંગાળના ખેડૂતોને કિસાન સન્માન નિધિ અપાવીશું. તેના પર રોક લગાવીશું નહીં. જોકે મમતા દીદી ‘અબ પછતાએ હોત ક્યાં, જબ ચિડિયા ચુગ ગઈ ખેત’

    આ પણ વાંચો - આગામી 2 વર્ષ સુધી ટીમ ઇન્ડિયા રમશે નોનસ્ટોપ ક્રિકેટ, BCCIએ જાહેર કર્યો કાર્યક્રમ

    જેપી નડ્ડાએ કહ્યું હતું કે મમતા સરકારે ખેડૂતોને અન્યાય કર્યો છે. પીએ કિસાન યોજના મમતાએ પોતાના અભિમાન, ઇગોના કારણે લાગુ થવા દીધી ન હતી. હવે અહીં જય શ્રી રામના નારા લાગે છે તો મમતાને આટલો ગુસ્સો કેમ આવે છે.

    નડ્ડાએ કહ્યું કે 10 જાન્યુઆરીએ કૃષક સહયોગ અને સુરક્ષા અભિયાનની મેં શરૂઆત કરી હતી. અમે કહ્યું હતું કે લગભગ 40 હજાર ગ્રામસભામાં અમારા આ કાર્યક્રમ થશે. મને ખુશી છે કે આજે 35 લાખ કિસાન આ કૃષક સુરક્ષા અભિયાન સાથે જોડાઈ ગયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Assembly Election, JP Nadda, West bengal, West bengal assembly election 2021, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन