સુપ્રીમ કોર્ટે પત્રકાર અર્નબ ગોસ્વામી સહિત તમામ આરોપીઓને આપ્યા વચગાળાના જામીન

અર્નબ ગોસ્વામી (ફાઇલ તસવીર)

Arnab Goswami: અર્નબ ગોસ્વામીની જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે તેને વ્યક્તિગત આઝાદી પર રોક લગાવવાનો કેસ ગણાવ્યો.

 • Share this:
  નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) બુધવારે પત્રકાર અર્નબ ગોસ્વામી (Arnab Goswami)ને આત્મહત્યા માટે ઉશ્કેરવાના 2018ના વર્ષના કેસમાં વચગાળાના જામીન આપી દીધા છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં અન્ય આરોપીઓના જામીન પણ મંજૂર કર્યાં છે. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરતા મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government) પર સવાલ ઉઠાવતા કહ્યુ કે, આ રીતે કોઈ વ્યક્તિની વ્યક્તિગત સ્વતંત્રતા પર રુકાવટ ઊભી કરવાને ન્યાયની મશ્કરી કહેવાશે. ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ અને ન્યાયાધીશ ઇન્દિરા બેનર્જીની ખંડપીઠે કહ્યુ કે જો રાજ્ય સરકાર લોકોને નિશાન બનાવે છે તો તેમણે એ વાતનો પણ અહેસાસ હોવો જોઈએ કે નાગરિકોની સ્વતંત્રતાના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ છે.

  સુપ્રીમ કોર્ટે એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે રાજ્ય સરકારો અમુક લોકોને તેમની વિચારધારા અને અલગ મત ધરાવતા હોવાના આધારે નિશાન બનાવી રહી છે. અર્નબ ગોસ્વામીના વચગાળાના જામીન અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે, "અમે જોઈ રહ્યા છીએ કે એક પછી એક કેસ સામે આવી રહ્યો છે જેમાં હાઈકોર્ટ જામીન નથી આપી રહી અને એ લોકો સ્વતંત્રતા, વ્યક્તિગત સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે નિષ્ફળ રહે છે."

  સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યા સવાલ

  સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી એ જણાવાનો પ્રયાસ કર્યો હતો કે શું ગોસ્વામીની કસ્ટડીને લઈને તેની પૂછપરછની કોઈ જરૂરી હતી કે પછી આ વ્યક્તિગત આઝાદી સંબંધિત કેસ હતો. ખંડપીઠે ટિપ્પણી કરી કે ભારતીય લોકતંત્ર અસાધરણ રીતે લચીલું છે અને મહારાષ્ટ્ર્ સરકારે આ બધા (ટીવી પર અર્નબના ટોંણા) પર ધ્યાન આપવું ન જોઈએ.

  ન્યૂયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યુ કે, "તેમની જે પણ વિચારધારા હોય, હું તો તેમની ચેનલ નથી જોતો. પરંતુ જો કોર્ટ આજે આ કેસમાં હસ્તક્ષેપ નહીં કરે તો અમે ચોક્કસ બરબાદી તરફ આગળ વધી રહ્યા હોઈશું."

  ખંડપીઠે કહ્યું કે, "પ્રશ્ન એ છે કે શું તમે આ આરોપોને કારણે વ્યક્તિને તેની વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત કરી દેશો? જો સરકાર આ આધારે લોકોને નિશાન બનાવશે...તમે ટેલીવિઝન ચેનલને નાપસંદ કરી શકો છો...પરંતુ આવું ન થવું જોઈએ."

  રાજ્ય સરકારના વકીલને કોર્ટનો સવાલ

  રાજ્ય સરકાર તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલને પીઠે સવાલ કર્યો કે, "શું વળતરની ચૂકવણી ન કરવી, આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવી છે? એફઆઈઆર બાકી હોય ત્યારે જામીન ન આપવાને ન્યાયની મશ્કરી કહેવાશે."

  આ પણ જુઓ-

  કોર્ટે કહ્યું કે, "એ.બી એ પૈસાની ચૂકણની નથી કરવી તેને શું આત્મહત્યા માટે ઉશ્કેરવું કહેવાશે? જો શીર્ષ કોર્ટે આ પ્રકારના કેસમાં કાર્યવાહી નહીં કરે તો વ્યક્તિગત સ્વતંત્રતા સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે. અમને આ વાતની ખૂબ ચિંતા છે. અમે જો આ પ્રકારના કેસમાં કાર્યવાહી નહીં કરીએ તો ખૂબ પરેશાન કરતી વાત કહેવાશે."

  ન્યાયાધીશ ચંદ્રચૂડે કહ્યું કે, આકરા નિર્ણયો બદલ કોર્ટોની આકરી ટીકા કરવામાં આવી રહી છે, હું હંમેશા મારા લૉ ક્લર્કને પૂછું છું અને તે કહે છે કે સર મહેરબાની કરીને ટ્વીટ્સ ન જુઓ.

  ગોસ્વામી તરફથી વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેએ કોર્ટમાં પેરવી કરી હતી અને આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર પર ગોસ્વામીને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: