Home /News /national-international /મેં ખૂન કર્યું છે, હવે બોડીનું શું કરું? 16 વર્ષનાં ખૂનીએ ઈન્સ્ટાગ્રામ કોલ કરીને મિત્ર પાસે માંગી મદદ
મેં ખૂન કર્યું છે, હવે બોડીનું શું કરું? 16 વર્ષનાં ખૂનીએ ઈન્સ્ટાગ્રામ કોલ કરીને મિત્ર પાસે માંગી મદદ
ઇન્સ્ટા ચેટ દરમિયાન ખૂનનો ખુલાસો
Joshua cooper: પેંસિલ્વેનિયાના બેંસલેમમાં પોલીસે જણાવ્યું છે કે, શુક્રવારે બપોરે એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે, તેની પુત્રીને 16 વર્ષીય કિશોરનો ફોન આવ્યો હતો.
પેંસિલ્વેનિયા: અમેરિકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક 16 વર્ષના કિશોરે 13 વર્ષની કિશોરીની હત્યા કરી છે. પોલીસે એક કિશોર પર આરોપ લગાવ્યો છે કે, તેણે અન્ય કિશોરીની હત્યા કરી દીધી છે. આ કિશોરે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયોમાં સ્વીકાર કર્યો છે કે, તેણે હત્યા કરીને તેના મૃતદેહને ઠેકાણે લગાવવા માટે મદદ માંગી હતી. આ ઘટના બેંસલેમમાં બની છે, જ્યાં 60,000 રહેવાસીઓ રહે છે અને એક ટાઉનશિપ પણ છે. જે ફિલાડેલ્ફિયાના ઉત્તર પૂર્વમાં આવેલું છે.
પેંસિલ્વેનિયાના બેંસલેમમાં પોલીસે જણાવ્યું છે કે, શુક્રવારે બપોરે એક મહિલાનો ફોન આવ્યો હતો. મહિલાએ દાવો કર્યો હતો કે, તેની પુત્રીને 16 વર્ષીય કિશોરનો ફોન આવ્યો હતો.
પોલીસે નિવેદનમાં જણાવ્યું છે કે, વિડીયો ચેટ દરમિયાન 16 વર્ષીય કિશોરે જણાવ્યું હતું કે, તેણે હમણાં જ કોઈની હત્યા કરી છે. ત્યાર બાદ તેણે વિડીયો ચેટમાં કેમેરા ફ્લિપ કર્યો હતો અને કોઈ વ્યક્તિના લોહીથી લથપથ પગ પણ બતાવ્યા હતા. ત્યારબાદ આ 16 વર્ષીય કિશોરે મૃતદેહને ઠેકાણે લગાવવા માટે મદદ માંગી હતી. ત્યારબાદ આ મહિલાની પુત્રીએ તેની માતાને આ કોલ અંગે જાણકારી આપી હતી. પોલીસે નિવેદનમાં જણાવ્યું કે, જ્યારે તે ગિબ્સન રોડના 1400 બ્લોક પર રિજ ટ્રેલર પાર્ક ખાતે શંકાસ્પદ વ્યક્તિના સરનામે પહોંચ્યા, ત્યારે કૂપર ટ્રેલરની પાછળ ભાગી ગયો હતો. ઘરમાં આવ્યા બાદ પોલીસને એક 13 વર્ષની છોકરી બાથરૂમના ફ્લોર પર મૃત હાલતમાં મળી આવી હતી. મૃત કિશોરીની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.
પોલીસે આ કેસ અંગે વધુમાં જણાવ્યું છે કે, જે સ્થળે ગોળી મારવામાં આવી તે સ્થળને સાફ કરવામાં આવ્યું હોય તેવા પુરાવા પણ મળ્યા છે.
પોલીસે આ કિશોર અંગે જાણકારી આપી છે કે, આ 16 વર્ષીય કિશોરનું નામ જોશુઆ કૂપર છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ન્યુપોર્ટ મેવ્સ ડ્રાઇવ અને ગ્રોટોન ડ્રાઇવના જંગલવાળા વિસ્તારમાંથી આ કિશોરની ધરપકડ કરવામાં આવી હતી. એફિડેવિટ મુજબ, કૂપરે કથિત રીતે પોલીસને જણાવ્યું હતું કે, આ ગોળીબાર "એક અકસ્માત હતો". આ કિશોર પર હત્યા સહિતના અન્ય આરોપ પણ મુકવામાં આવ્યા છે અને જામીન આપવામાં આવ્યા નથી. આ કારણોસર કિશોરને જુવેનાઇલ ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યો છે.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર