Home /News /national-international /Joshimath Crisis: જોશીમઠને લઈને વર્ષો જૂની ભવિષ્યવાણી સાચી પડી! પૂજારીએ કહ્યું- દેવતાઓ છે કોપાયમાન

Joshimath Crisis: જોશીમઠને લઈને વર્ષો જૂની ભવિષ્યવાણી સાચી પડી! પૂજારીએ કહ્યું- દેવતાઓ છે કોપાયમાન

joshimath crisis

JOSHIMATH CRISIS: જોશીમઠ ઘટનાને લઈને પૂજારીએ દાવો કર્યો હતો કે ભવિષ્ય બદ્રીમાં ભગવાન બદ્રીનાથની બીજી મૂર્તિ છે, જે પોતાની જાતે જ ઉભી થઈ છે અને દિવસેને દિવસે મોટી થઈ રહી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Joshimath (Jyotirmath), India
    JOSHIMATH CRISIS: ઉત્તરાખંડના જોશીમઠમાં પડેલી તિરાડો હજુ પણ લોકોની મુશ્કેલીઓમાં વધારો કરી રહી છે. લોકો તેમના ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવા મજબૂર થઈ ગયા છે. અંદાજે 700 થી વધુ ઘરોમાં તિરાડોના નિશાન હતા. તિરાડોના કારણે હજુ સુધીમાં આશરે 180 જેટલા લોકો બેઘર થઈ ચૂક્યા છે. તો બીજી તરફ હવે જોશીમઠમાં પડેલી તિરાડોને સદીઓ જૂની ભવિષ્યવાણી સાથે જોડવામાં આવી રહી છે. કારણ કે જોશીમઠ અને આસપાસના ગામડાઓમાં લોકો સદીઓથી એક પેઢીથી બીજી પેઢીને આ ભવિષ્યવાણીની વાત કરતા આવ્યા છે.


    joshimath sinking
    ઈસરોએ જાહેર કરી જોશીમઠની ડરામણી તસવીરો



    સુવાઈમાં થશે ભગવાન બદ્રીનાથની પૂજા
    પ્રાચીન ગ્રંથ સનથ સંહિતામાં ભગવાન બદ્રી વિશાલના નિવાસ સ્થાનના બદલાવનો ઉલ્લેખ છે. TOIના રિપોર્ટ અનુસાર, લોકોનો દાવો છે કે જોશીમઠ થઈને બદ્રીનાથ મંદિર સુધી પહોંચવાનો રસ્તો મુશ્કેલ હશે.

    ઉત્તરાખંડનું પ્રાચીન શહેર જોશીમઠ ભૂસ્ખલનની અસરનો સામનો કરી રહ્યું છે. રસ્તાઓ અને ઈમારતોમાં તિરાડો પડી ગઈ છે. (ફાઇલ ફોટો)
    ઉત્તરાખંડનું પ્રાચીન શહેર જોશીમઠ ભૂસ્ખલનની અસરનો સામનો કરી રહ્યું છે.


    જોશીમઠથી લગભગ 22 કિલોમીટર દૂર સુવાઈમાં ભગવાન બદ્રીનાથની પૂજા કરવામાં આવશે. તપોવનથી થોડે આગળ સુવઈ ગામ છે. આ પૂજા સુવાઈમાં 8530 ફૂટની ઊંચાઈ પર સ્થિત ભવિષ્ય બદ્રી (Bhavishay Mandir) મંદિરમાં કરવામાં આવશે. અને હવે લોકો દાવો કરી રહ્યા છે કે આ ભવિષ્યવાણી જ સાચી પડી રહી છે.

    dehradun-joshimath-tragedy-pmo-says-save-people-and-study-gives-clear-commands-to-help-7-central-bodies-vc
    ફાઇલ તસવીર


    દેવતાઓ કોપાયમાન થયા 
    જૂની ભવિષ્યવાણી પર લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. જોશીમઠમાં ભગવાન નરસિંહ મંદિરના મુખ્ય પૂજારી સંજય પ્રસાદ ડિમરીએ કહ્યું કે સ્થાનિક લોકોને લાગે છે કે દેવતા ગુસ્સે થઈ શકે છે. તેથી જ પવિત્ર શહેરમાં ચિંતાજનક ઘટનાઓ સામે આવવા લાગી છે. પ્રાચીન ભવિષ્ય વિશે વાત કરતાં પૂજારીએ કહ્યું કે નરસિંહ મંદિરની સ્થાપના આદિ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવી હતી.

    આ પણ વાંચો: જોશીમઠના વિનાશ માટે આ કારણો હોઈ શકે છે જવાબદાર? હવે તિરાડોનું સત્ય તપાસમાં આવશે બહાર!

    મુર્તિ હજુ પડી નથી

    જો વિષ્ણુપ્રયાગ પાસે જય અને વિજય પર્વતો તૂટી પડે તો બદ્રીનાથનું હાલનું મંદિર દુર્ગમ બની જશે. આ સ્થિતિમાં ભવિષ્યમાં બદરી મંદિરમાં ભગવાન બદ્રીનારાયણના સ્વરૂપની પૂજા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જોશીમઠમાં ભગવાન નરસિંહનું મંદિર છે. અહીં સ્થિત ભગવાન નરસિંહ ધ્યાનમાં સ્થિત છે. ભગવાન નરસિંહને ભગવાન વિષ્ણુના અવતારોમાંના એક માનવામાં આવે છે. અને તેમની મૂર્તિનો હાથ વાળ જેવો પાતળો થઈ ગયો છે. તેમ છતાં હજુ સુધી અહીં કઈ પડ્યું નથી.



    આ મૂર્તિ શાલિગ્રામ પર આવેલી છે. અહીં ભગવાન નરસિંહની મૂર્તિ દરરોજ થોડી થોડી પાતળી થતી જાય છે. આપણે દરરોજ સવારે ભગવાનના જલાભિષેક દરમિયાન તેને જોઈ શકીએ છીએ. આ સિવાય, પૂજારીએ દાવો કર્યો હતો કે ભવિષ્ય બદ્રીમાં ભગવાન બદ્રીનાથની બીજી મૂર્તિ છે, જે પોતાની જાતે જ ઉભી થઈ છે અને દિવસેને દિવસે મોટી થઈ રહી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Badrinath, Crisis, Uttarakhand crisis, Uttarakhand news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन