#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો?

News18 Gujarati
Updated: June 2, 2020, 5:02 PM IST
#ChinaPoll : ભારત સામે ચીનના પગલાં અંગે તમે શું વિચારો છો?
પ્રતિકાત્મક તસવીર

ન્યૂઝ18 દ્વારા આ મામલે એક Poll બનાવવામાં આવ્યો છે. તમે પણ જોડાવ તેમાં

  • Share this:
ભારત ચીન બોર્ડર વિવાદ મામલે રોજ રોજ નવી વિગતો સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત-ચીન (India-China border dispute) ની વચ્ચે લદાખ (Ladakh)ને લઈને વાસ્તવિક નિયંત્રણ રેખા (Line of Actiual Control-LAC) પર હજુ સંઘર્ષ ભરેલી સ્થિતિ છે. લદાખ પાસે બંને દેશોની સેના હાલ આમને સામને ઊભી છે. LACની પાસે લદાખની ખાલી 30-35 કિલોમીટર દૂર ચીની સેનાના ફાઇટર પ્લેનો (Chinese fighters flying) પણ ઉડાન ભરતા જોવામાં આવ્યા છે. તો બીજી તરફ ભારતીય સેના પણ સ્થિતિની ગંભીરતાને જોતા કાશ્મીરથી પોતાની સેના અને ITBPના જવાનોને લદાખ તરફ રવાના કર્યા છે. ભારત અને ચીન (India China Standoff)ની વચ્ચે લદાખ (Ladakh) સીમાને લઇને છેલ્લા 27 દિવસથી તણાવ ભરેલી સ્થિતિ ચાલું છે. લદાખના ગલવાન વિસ્તારમાં તણાવની આ સ્થિતિ બનેલી છે.

જો કે ચીન આ પહેલા પણ વર્ષ 2017માં ડોકલામમાં વિસ્તારમાં આ રીતે જ સ્ટેન્ડઓફ કરી ચૂક્યું છે. ગત બે વર્ષોમાં તેવી કેટલીક ઘટનાઓ બની છે જેમાં બંને દેશોની સેના સામ સામે આવી હોય અને યુદ્ઘ કે સૈન્ય સંઘર્ષની સ્થિતિ સર્જાઇ હોય. હાલમાં સર્જાયેલી આ સ્થિતિને જોતા ભારત અને ચીન વાતચીત દ્વારા પણ આ વાતનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે અમેરિકાએ પણ મધ્યસ્થીની વાત કરી હતી પણ ચીને આમ કરવા માટે ભારતને ના પાડી હતી.

ત્યારે ન્યૂઝ18 દ્વારા આ મામલે એક Poll બનાવવામાં આવ્યો છે. જે દ્વારા અમે જાણવા માંગીએ છીએ કે ચીનના આ વલણ વિષે તમે શું વિચારો છો? સાથે જ ગત થોડા સમયથી ભારતમાં ચીની સામાનના બહિષ્કાર અને ચીની એપને મોબાઇલમાંથી નીકાળવાની વાત પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે શું આવનારા સમયમાં તમે ચીની વસ્તુઓનો બહિષ્કાર કરશો? તમારું શું માનવું છે. ભારતે આવનારા સમયમાં ચીન પર કેવી રીતે દબાણ ઊભું કરવું? તે અંગે પણ કેટલાક રસપ્રદ સવાલ આ પૉલમાં પુછવામાં આવ્યા છે તો તમે પણ આ પોલના માધ્યથી તમારો મહામૂલો અભિપ્રાય અમને આપો. પોલમાં જોડાવા નીચે ક્લિક કરી એક પછી એક સવાલોના જવાબો ભરો.

First published: June 2, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading